NATIONAL

વીજળી પડવાથી ૪૮ કલાકમાં 12 લોકોના મોત

ઝારખંડના વિભિન્ન વિસ્તારોમાં વીજળી પડવાથી ૪૮ કલાકમાં 12 લોકોના મોત થયા છે

ધનબાદ જિલ્લાના બરવદ્દા વિસ્તારમાં વિજળી પડવાથી એક મહિલા અને તેમની પુત્રીનું મોત નીપજ્યુ. જમશેદપુરના બાહરાગોરા વિસ્તાર અને ગુમલા જિલ્લાના ચિરોદિહ વિસ્તારમાં પણ વિજળી પડવાથી બે લોકોના મોત નીપજ્યા. ઝારખંડ સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાનું એલાન કર્યુ છે.

ઝારખંડના લોહરદગામાં એક વ્યક્તિનું વીજળી પડવાથી મોત નીપજ્યુ. ગુરુવારે પણ અલગ-અલગ ઘટનાઓમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ચતરા, હજારીબાગ, રાંચી, બોકારો અને ખૂંટી જિલ્લામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયુ. પલામૂના હુસૈનાબાદમાં બે લોકોના મોત વિજળી પડવાથી થયા. રાજ્યના એસડીઆરએફ વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે તમામ જિલ્લામાં વિજળી પડવાથી થયેલા મોતની ઓળખ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેથી મૃતકોના પરિવારજનોને વળતર આપવામાં આવી શકે.

છેલ્લા બે દિવસથી ઝારખંડમાં ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અમુક સ્થળોએ વૃક્ષ અને વિજળીના થાંભલા ઉખડી ગયા છે. શુક્રવારે જમશેદપુરમાં 79 એમએમ વરસાદ પડ્યો. બોકારોમાં 52 એમએમ, રાંચીમાં 5.9 એમએમ વરસાદ પડ્યો. રાંચી હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ કે ઉત્તરી બિહાર અને ઉત્તરી ઓડિશાથી અને હરિયાણાથી સિક્કિમ વચ્ચે બે ટર્ફ લાઈનો પસાર થવાથી ઝારખંડમાં વિજળી પડવાની ઘટના ઘટી. શનિવારથી હવામાન સારુ થયુ છે અને વરસાદ પણ ઘટ્યો છે. જોકે પશ્ચિમી અને કેન્દ્રીય સ્થળો પર સામાન્ય વરસાદની સંભાવના છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ 28 મે થી ફરીથી તાપમાનમાં વધારો શરૂ થઈ જશે.

[wptube id="1252022"]
Back to top button