યાત્રાધામ અંબાજીમાં માં અંબે નાં ચરણોમાં ચાંદી નુ દાન,મુંબઈ ના માઈભક્તે 12,842 ગ્રામ ચાંદી નુ દાન કર્યું

27 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
યાત્રાધામ અંબાજી માતાજી ના મંદિરમાં માં અંબે નાં ચરણોમાં ચાંદી નુ દાન,મુંબઈ ના માઈભક્તે 12,842 ગ્રામ ચાંદી નુ દાન કર્યુંજેની કિંમત 9,24,600 રૂપિયા હતી,મોટી સંખ્યા મા ભક્તો આજે માતાજી ના દર્શન નો લાભ લીધ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માં અંબા ના ધામે માતાજી ના ચરણોમાં શીશ નમાવવા અને માનો આશીર્વાદ મેળવવા હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો દરરોજ અંબાજી આવતા હોય છે. માઈ ભક્તો પોતાના શ્રદ્ધા અને આસ્થા અનુસાર મા અંબાના મંદિરમાં દાન પણ કરતા હોય છે. આ દાનમાં રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના પણ માં ને અર્પણ કરતા હોય છે. અંબાજી મંદિરમાં અનેકો ભક્તો દ્વારા સોના ચાંદીના આભૂષણો સહિત રોકડ રકમ દાનમાં આપી રહ્યા છે. ત્યારે આજે મુંબઈ ના એક ભક્તે ચાંદીનું દાન માં અંબાના મંદિરમાં કર્યું હતું.રવિવાર ના દિવસે મોડી સાંજે મુંબઈના એક માઇ ભક્તે માં અંબા ના મંદિરમાં ચાંદીની લગડીઓ દાન સ્વરૂપ ભેટ આપી હતી. આ ચાંદીની લગડીઓ નું કુલ વજન 12 કિલો 842 ગ્રામ હતું જેની કિંમત 9 લાખ 24 હજાર 600 રૂપિયા હતી. માં અંબાના મંદિરમાં આજે સાંજ ની આરતી બાદ મુંબઈના એક માઇભક્તે માતાજી ના મંદિરમાં ચાંદીની 17 પાટ દાન સ્વરૂપે ગુપ્ત દાન ભેટ આપી હતી. અને પોતાનું નામ ગુપ્ત રાખવાનું આગ્રહ કર્યો હતો. અનેકો માય ભક્તો માં અંબાના મંદિરમાં સોના ચાંદી નું દાન ભેટ કરી રહ્યા છે. જેમાં અનેકો માઇભકતો પોતાની શ્રદ્ધા અને આસ્થાને લઈને દાન કરી રહ્યા છે. ત્યારે અમુક માઇ ભક્તો પોતાની બાધા પૂર્ણ થતા તે દાન સ્વરૂપ ભેટ આપી રહ્યા છે. આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં માઇભક્તો માં અંબા ના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.