પતી ના વીમા ની રકમ અને લેબર કોન્ટ્રાક્ટ સહિત વાહનો,મિલકત મા ભાગ નહિ આપતા સાસુ અને જેઠ સામે ફરિયાદ.

તારીખ ૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નેસડા ગામની અને હાલ હાલોલ ખાતે રહેતી હિતેશભાઇ ગણપતભાઇ સોલંકી ની વિધવા રીટાબેન દ્વારા કાલોલ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરી પોતાની સાસુ અને જેઠ સામે ગંભીર આક્ષેપ કરી જણાવ્યુ છે કે તેમના લગ્ન ૨૦૦૯ માં હિતેશભાઇ ગણપતભાઇ સોલંકી સાથે થયેલા અને લગ્ન જીવન થી તેઓને બે સંતાનો છે તેઓના પતી ને ટોટો કંપની મા લેબર કોન્ટ્રાક્ટ પણ હતો અને ઓટો રિક્ષા અને ઈકો ગાડી ધરાવતા હતા તેમના પતી ની જીવન વીમા નિગમ ની રૂ ૫ લાખ ની પોલિસી વડોદરા ખાતે થી લીધેલી જેની પાકતી મુદત તા ૨૫/૦૪/૨૦૪૩ ની હતી પોલિસી ઉતારતા સમયે વારસદાર તરીકે તેમની ચાર વર્ષીય પુત્રી પ્રીતિ નું નામ રાખેલુ અને સદર પૈસાની જાળવણી માટે તેમના સાસુ બયજીબેન ગણપતસિંહ સોલંકી નું નામ રાખેલ ગત તા ૦૭/૦૫/૨૧ નાં રોજ ફરિયાદીના પતી હિતેશભાઇ ગણપતભાઇ સોલંકીનું અવસાન થતા તા ૧૧/૦૬/૨૧ ના રોજ તેમની સાસુ બયજીબેન ગણપતસિંહ સોલંકી એ આ પોલિસી ના નાણા રૂ ૫.૮૩ લાખ તેમના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના ખાતા દ્વારા ઉપાડી લીધા હતા આમ પોતાની દિકરી પ્રીતિ નું નામ વારસદાર તરીકે હોવા છતાં વિશ્વાસઘાત કરી નાણા ઉપાડી ગયા હતા અને અંગત વપરાશ માં વાપરી નાખ્યા હતા. ઉપરાંત નેસડા ગામે જતા હતા ત્યારે સાસુ અને જેઠ ઝગડો તકરાર કરી મિલકત માં ભાગ પણ આપતા નહોતા અને કાઢી મુકતા હતા.વધુમા તેના પતી ની ટોટો કંપની ની એજન્સી પણ જેઠ શૈલેષભાઈ ગણપતભાઇ સોલંકીએ રીન્યુ કરાવી નામ ફેર કરાવી પોતાના નામે કરી લીધી હતી વધુમા તેમના સ્વર્ગીય પતિ એ લીધેલ ઈકો કાર અને ઓટો રિક્ષા અને જમીન માં ભાગ નહી આપતા ફરિયાદી એ ઘરેલુ હિંસા નો કેસ પણ દાખલ કરેલ છે સમગ્ર બાબતે મહિલાની ફરિયાદ આધારે પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત નો ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ જે ડી તરાલે હાથ ધરી છે.










