GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARAT

ગુજરાતની ૨૫ સહિતની ૯૩ બેઠકો પર પ્રચાર પડઘમ શાંત

હવે ઉમેદવારો નહીં કરી શકે પ્રચાર

આગામી 7મી મે ના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેનો પ્રચાર પડઘમ આજે (રવિવાર) સાંજે છ વાગ્યા બાદથી શાંત પડી ચૂક્યો છે. ચૂંટણીના 48 કલાક પહેલા આજે ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે આ બેઠકો પર લોકસભા ઉમેદવારો પ્રચાર નહીં કરી શકે. જણાવી દઈએ કે, છેલ્લી ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ખુબ જોરશોરથી પ્રચાર કર્યો હતો.

આજે સાંજે 6 વાગ્યાથી 48 કલાક સુધી કોઈપણ પક્ષના ઉમેદવાર ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. હવે પ્રચાર પડઘમ શાંત થતા ડોર ટુ ડોર મીટિંગ અને ખાટલા બેઠકો શરૂ થશે. સાથે બહારથી આવેલા લોકોએ પણ મતવિસ્તાર છોડવો પડશે. આ તમામ લોકોના વાહનોની તપાસ કરવામાં આવશે. સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે. મતદાન મથકો પર વોટર અવેરનેસ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. સાથે રાજ્યમાં 175 આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા છે.

7મી તારીખે રાજ્યમાં હીટવેવની આગાહી છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે.  અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઇને પૂરતા પ્રમાણમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક પર મેડિકલ કીટ, જરૂરી દવાઓ અને ORS પણ ઉપલબ્ધ રહેશે, સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે. જે બીમાર પહોંચશે તેમના માટે પણ બેસવાની વ્યવસ્થા કરાશે.

ગુજરાતમાં ત્રીજા તબક્કા હેઠળ સુરત સિવાયની 25 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. પોલીસ અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લેવાઈ છે. સુરક્ષા વ્યવસ્થાની સાથે રાજ્યમાં પોલીસ ફોર્સ અને અર્ધસૈનિક દળોની તૈનાતી કરી દેવાઈ છે. બીજી તરફ ચૂંટણી પંચ હવે ઈવીએમ સ્થળ પર પહોંચાડવા, પોલિંગ મથકોએ સુરક્ષાની સ્થિતિ સહિતની તમામ જરૂરી કામગીરીમાં જોતરાશે.

આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 4,97,68,677 મતદારોછે જેઓ 50, 788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, 2 એસ.સી, 4 એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. એક બેઠક સુરત પર ચૂંટણી નથી થવાની કારણ કે ત્યાં ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે. એટલે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button