
દીઓદરના રૈયા ખાતે આવેલ શ્રી અર્બુદા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી નાથીબેન પચાણભાઈ કન્યા કેળવણી સંકુલ શ્રીમતી વિરાબેન અમરાભાઈ કન્યા પ્રાથમિક શાળા શ્રીમતી રગાબેન બાબરાભાઈ કન્યા માધ્યમિક શાળા શ્રીમતી ધુડીબેન રામાભાઈ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા માં અભ્યાસ કરતી બાલિકાઓને ડીસા તાલુકાના કાંટ ગામના ચૌધરી રામજીભાઈ માદેવભાઈ ૬૦ વર્ષની વયે ગત તા.૧૪/૦૫/૨૦૨૪ ના રોજ અવસાન પામતા સ્વ.ના સ્મરણાર્થે પરિવારના સુપુત્રો દિનેશભાઈ,કીર્તિભાઈ, પુત્રી લક્ષ્મીબેન અશોકભાઈ-રામવાસ, ભાઈ ભગાભાઈ,માનસુંગભાઈ દ્વારા સંસ્થાના પ્રમુખ અણદાભાઈ આર.પટેલની ઉપસ્થિતિમાં આજરોજ તા.૧૭/૦૫/૨૦૨૪ ને શનિવારના રોજ સવારે આજીવન તિથિ ભોજન પેટે ૫૧,૦૦૦/- રૂપિયાનું અનુદાન અર્પણ કરતા આવા ઉત્તમ કાર્ય બદલ ચૌધરી સમાજ,સંચાલક મંડળે પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી સ્વર્ગસ્થ રામજીભાઈ ચૌધરી ને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



