GUJARATJETPURRAJKOT

Rajkot: ૧૯૬૨ હેલ્પલાઈન હેઠળ ભાયાવદર ગામે હોર્ન કેન્સરથી પીડાતા બળદનું કરાયું ઓપરેશન

તા.૬/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્યભરમાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન અંતર્ગત અબોલ પશુઓની સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ભાયાવદર ગામ ખાતેથી એક સેવાભાવી વ્યક્તિએ ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન ઉપર હોર્ન કેન્સરથી પીડાતા બળદ અંગે જાણકારી આપી હતી.

ફોન કોલ મળતાની સાથે જ ૧૯૬૨ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચીને ડો. પ્રીત ભોરણીયાએ બળદનું ઓપરેશન કર્યુ હતું અને યોગ્ય સારવાર કરીને બળદને પીડામાંથી મુક્ત કર્યો હતો. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી પરેશભાઈ અને પ્રોજેક્ટ મેનેજર શ્રી પ્રિયાંકભાઈએ ટીમની કામગીરીને બિરદાવી હતી.

[wptube id="1252022"]
Back to top button