
આંતરસુબા ખાતે આદિમજૂથ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
*
સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં વિજયનગરના આંતરસુબા ખાતે આદિમજૂથ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સાબરકાંઠા જિલ્લામાં મતદાન જાગૃતી અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જિલ્લામાં આદિમજુથ સમુદાય પણ લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લગભગ ૧૦૦ જેટલા કાથોડી સમુદાયના ભાઇઓ અને બહેનોએ પરીવાર સાથે અવશ્ય મતદાનના શપથ લીધા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]








