BANASKANTHAPALANPUR

જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા દિયોદર ખાતે આયુષ મેળો યોજાયો

2 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા  નિલ્કંઠ મહાદેવ મંદિરની વાડી દિયોદર ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી અને દિયોદરના ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણના હસ્તે દિપપ્રાગટ્ય કરી તથા ધન્વતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મુકવામા આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ લોકોને આયુષ પધ્ધતિઓનો ઉપયોગ કરવા આહવાન કર્યુ હતુ. ( માહિતી બ્યુરો, પાલનપુર) આ મેળામાં અન્ય મહાનુભાવો પૂર્વ ધારાસભ્યશ્રી માનસિંહજી વાઘેલા, ડો. હસ્મુખભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી નરસિહભાઇ રબારી, શ્રી ઇશ્વરભાઇ ખટાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.જે. એન. મોઢ દ્વારા પ્રાસંગિક ઉદ્બબોદન કરવામા આવ્યું હતું. સમગ્ર મેળાનુ સંચાલન તાલુકા નોડલ ઓફિસરશ્રી ડો. રાકેશ પરમાર તથા ડો. વિનોદપુરી ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા કરવામા આવ્યું હતું. મેળા દરમ્યાન આયુર્વેદ નિદાન સારવાર વિભાગના લાભાર્થી ૨૨૩, હોમિઓપથી નિદાન સરવારના લાભાર્થી ૧૮૬, યોગ નિદર્શન કેમ્પના લાભાર્થી ૪૧૫, અગ્નિકર્મના લાભાર્થી ૩૮, આયુષ પ્રદશનીના લાભાર્થી ૪૧૨૦, પ્રક્રૃતિ પરીક્ષણ લાભાર્થી ૪૨, ઉકાળા લાભાર્થી ૯૨૮, તથા અન્ય લાભાર્થી ૧૩૭૮ એક મળી કુલ- ૭૦૦૦ થી વધુ લોકોએ મેળાનો લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button