
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ વિનયવિદ્યા મંદિરના મેદાનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલની અઘ્યક્ષ સ્થાને કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી,ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ચૌધરી,બ્લોક હેલ્થના પિયુષભાઈ ચૌધરી,થરા સ્ટેટ મજીરાજવી એવમ નગર પાલીકા પ્રમુખ પૃથ્વીરાજસિહ વાઘેલા,કિર્પોરેટટ રાયમલભાઈ પટેલ,બ્રહ્મસમાજના આગેવાન હરગોવનભાઈ શિરવાડિયા,ભારતસિહ ભટેસરિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ એવમ ઓલ ઈન્ડિયા દલિત એક્સન કમિટી ગુજરાય પ્રદેશ રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણભાઈ એમ.પરમાર,થરા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિહ ડી.પરમાર, મહામંત્રી અલ્પેશ શાહ, રાઘવેન્દ્ર જોષી,દિનેશભાઈ ઠકકર શિહોરી, ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ, હરદાસભાઈ એ.ચૌધરી ચાંગાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કૃષિમેળાને ખુલ્લો મૂક્યો હતો જેમાં કૃષિ અને પશુપાલનને લગતા જુદા જુદા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અને ખેતી ઓજારો,ટ્રેક્ટર, મેડિકલ ચેકઅપ,દવાઓ,સોલાર ફ્રેન્સિંગ, કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી ડ્રોન વિમાન એમ ખેડૂત અને ખેત ઉપયોગી યોજનાઓના લાભો તેમજ ખેડૂતો માટે રવિ કૃષિ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિનયવિદ્યા મંદિરના આચાર્ય હરેશભાઈ ચૌધરી,કાંકરેજ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ હઠુંભા ડાભી, મહામંત્રી કરશનભાઈ જોષી માંડલા, નિરંજનભાઈ એ. ઠક્કર, ભગુભાઈ પટેલ કાટેડીયા, ગોવિંદભાઈ જોષી મોટા જામપુર સહિત કાંકરેજ તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન શિક્ષક માનસુંગભાઈ ચૌધરી અધગમ વાળાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]