GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વીસીપરામાં ક્રિકેટ મેચ ઉપર રનફેરનો સટ્ટો રમતા ઇસમ ઝડપાયો 

MORBI:મોરબીના વીસીપરામાં ક્રિકેટ મેચ ઉપર રનફેરનો સટ્ટો રમતા ઇસમ ઝડપાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુલાબનગરમાં આઈપીએલની ટવેન્ટી ટવેન્ટી મેચ માં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતો આરોપી રાયધન દાઉદભાઇ ઉમરભાઇ જામ ઉવ.૨૦ રહે.મોરબી-૨ વીસીપરા ગુલાબનગરવાળો અન્ય આરોપી રામજીભાઇ ઉર્ફે રમેશ ધનજીભાઇ કંઝારીયા રહે.મોરબી વાવડીરોડ, રાધાપાર્કવાળા સાથે ફોન ઉપર ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચના ચાલુ સેશનમાં રન થાય ન થાય મુજબ રનફેરનો જુગાર રમતા રંગેહાથ પોલીસની ઝપટે ચડી ગયો હતો. મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી રોકડા ૧,૪૧૦તથા મોબાઇલ નં ૧ કિ.૩૦ હજાર સહીત ૩૧,૪૧૦/-નો મુદામાલ જપ્ત કરી તેની અટક કરવામાં આવી હતી. જયારે સામે છેડે ફોન ઉપર રનફેરનો જુગાર રમી રહેલો આરોપી દરોડા દરમિયાન હાજર મળી નહિ આવતા તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button