
તા.૩/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી અને તેમાં પણ આરોગ્ય મંત્રી છે પરંતુ શું જેતપુરને ડોક્ટરો અપાવવા તેઓ જાગશે ? પ્રજાનો સવાલ
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાનું ઔદ્યોગિક ગામ જેતપુર છે. કહેવા માટે તો જેતપુર શહેરમાં એ ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ છે. પરંતુ, આ હોસ્પિટલમાં શહેરીજનો તેમ જ ગ્રામજનોને પૂરતી સારવાર કરી શકે એટલા ડૉક્ટર જ ભારોભાર અછત છે. જેતપુર સિવિલ હોસ્પિટલમાં OPD માટે ફક્ત એક જ તબીબ છે. જેના કારણે સ્થાનિક લોકોને તો હાલાકી પડી રહી છે, સાથે સાથે અહીં વસતા પરપ્રાંતિય મજૂરો પણ હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે..
ઓદ્યૌગિક શહેર ગણાતા જેતપુરમાં એ ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ આવેલી છે, જ્યાં દરરોજ 500થી 600 દર્દીઓ માત્ર OPDના નોંધાય છે. OPDના દર્દીઓ નાની મોટી બીમારી સબબ સારવાર માટે આવી રહ્યા છે પરંતુ દર્દીઓને તપાસવા માટે માત્ર એક જ ડૉક્ટર હોવાના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં અથવા તો અન્ય શહેરોમાં સારવાર માટે જવુ પડે છે.
આખી હોસ્પિટલમાં બે જ તબીબ હોવાથી તેમણે 24 કલાક ફરજ પર રહેવુ પડે છે. તો બીજી તરફ દર્દીઓએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ તબીબની અછત અને બીજી તરફ વાયરલ ઈન્ફેક્શનના કારણે હાલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.પરંતુ ડોક્ટરની ઘટને કારણે દર્દીઓનુ યોગ્ય નિદાન નહી થવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. તબીબોની ઘટની સૌથી વધુ અસર ગરીબ દર્દીઓને થઈ રહી છે.
હાલ અત્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા જે સીટ પરથી લડી રહ્યા છે. તે જ વિસ્તારમાં સમાયેલ છે જેતપુર. ત્યારે કેન્દ્રીય મંત્રી આરોગ્ય પ્રધાન હોય ત્યારે ખરેખર સરકારી હોસ્પિટલને તે ડોક્ટરોની ઘટ મામલે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ક્યારે પણ તસ્દી લેવામાં આવી નથી અને હાલ આરોગ્ય મંત્રી ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હોય ત્યારે જેતપુરમાં સરકારી હોસ્પિટલમાં આરોગ્ય બાબતે ડોક્ટરોની ઘટ પૂરી પાડી શકશે તે આવનારા સમયમાં જ જોવાનું રહ્યું.
મહત્વની વાત એ છે કે અકસ્માત જેવો અન્ય કોઈ ઈમરજન્સી કેસ આવી જાય તો તબીબ ઓપીડી છોડીને ઈમરજન્સી કેસમાં જતા રહે છે.. જેના કારણે કલાકો સુધી સારવાર માટે બેઠેલા દર્દીઓ ભગવાન ભરોસે મુકાય જાય છે.. આ અંગે હોસ્પિટલના અધિક્ષકનું કહેવું છેકે, ઓપીડી માટે બે તબીબો સેવા આપી રહ્યા છે જેમાંથી એક ડેપ્યુટેશન પર છે આ બંને તબીબો ક્રમશ: ફરજ નિભાવી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની અછત હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ સ્વીકારી રહ્યા છે.. ત્યારે સૌથી મોટો સવાલ એ છેકે, તંત્ર ક્યાં સુધી દર્દીઓને ભગવાન ભરોસે છોડશે અને ક્યાં સુધી દર્દીઓ આવી રીતે હાલાકીનો સામનો કરતા રહેશે..
બોક્સ :
આરોગ્યમંત્રી આ જ વિસ્તારના પણ શું કામના ? લોકોનો આક્રોશ
લોકોએ આક્રોશ જતાવતાં કહ્યું છે કે, આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જેતપુર વિસ્તારને આવરી લેતી લોકસભાની બેઠકના જ છે. હવે તે આગામી લોકસભાની ચૂંટણી પણ લડવાના છે. મહત્તમ મત જોઈતા હોય તો તેમણે જેતપુરની સિવિલ હોસ્પીટલની હાલત સુધારવી પડશે. અન્યથા અહી રોજ બરોજ હેરાન પરેશાન થતા લોકો, દર્દીઓ આગામી ચૂંટણીમાં ઉગ્ર રોષ બતાવી શકે તેમાં શંકાને સ્થાન નથી.
બોક્સ :
સિવિલમાં પડતી હાલાકી બાબતે લાખ ફરિયાદો પણ કોઈ હલ નહિ
જેતપુર વિસ્તારના જાગૃત લોકો કહે છે કે જેતપુરની સિવિલ હોસ્પીટલમાં તબીબોથી માંડીને અનેક આરોગ્યલક્ષી સેવાઓ બાબતે ભૂતકાળમાં અનેક વખત ફરિયાદો ઉઠી છે. જાગૃત લોકો સંબંધિતોને રજુઆતો પણ કરે છે પણ કહેવાય છે કે સિવિલ હોસ્પિટલ તંત્ર અને સંબંધિત આરોગ્ય તંત્ર જાડી ચામડીનું સાબિત થતું હોય તેમ કોઈ ફરિયાદનો કોઈ દિવસ ઉકેલ આવ્યો નથી,
બોક્સ : દર્દીઓની હાલત જાયે તો જાયે કહા જેવી !
જાગૃત દર્દીઓ કહે છે કે જેતપુર તાલુકા ઉપરાંત આજુબાજુના તાલુકાના લોકોને સેવા પીરસતી જેતપુરની સિવિલ હોસ્પિટલને એ ગ્રેડનો દરરજો મળ્યો છે પણ અહી જરૂરી તબીબોના વાંકે આરોગ્યલક્ષી સેવાઓ કથળતી જાય છે. એ કારણે દર્દીઓ પારાવાર હેરાન પરેશાન થાય છે. સ્થાનિક ધારાસભ્ય પણ ભાજપના છે પણ કહેવાય છે કે તેઓને પ્રજાના પ્રશ્નોમાં રસ ન હોય તેવું સમયાંતરે લાગે છે.
બોક્સ
અનેક દવાઓ પણ ખૂટી પડી હોવાના આક્ષેપો જાગૃત દર્દીઓ અને નાગરિકો કહે છે કે જેતપુરની સિવિલ હોસ્પીટલમાં ઘણી વખાત જોઈતી દવા મળતી નથી પરિણામે નાછૂટકે મોઘીદાટ દવા મેડીકલમાંથી લેવી પડે છે. દવાનો જથ્થો ખૂટી જાય તો પુરતો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સંબધિત તબીબોની બને છે પણ અહી સ્ટાફની ભયંકર અછત વચ્ચે સંકલનનો અભાવ સર્જાય છે.