
15 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલીત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ની એસ્ટ્રોનોમિકલ ક્લબ અંતર્ગત તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ રાત્રે 9:00 કલાકે આકાશ દર્શનનો કાર્યક્રમ રાખેલ. આ કાર્યક્રમમાં ચંદ્રના કેટર્સ, ટેલિસ્કોપ વડે નિહાળેલ તેમજ ટેલિસ્કોપ નું એલાઈમેન્ટ કેવી રીતે થાય છે તેની સમજણ આપેલ. આ ઉપરાંત અવકાશમાં રહેલા ગ્રહો તથા વિવિધ નક્ષત્રો ની સમજૂતી આપી તેમજ સપ્તર્ષિ, ઓરિયન જેવા તારાઓના જુમખાની માહિતી આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાયરેક્ટર ઓફિસમાંથી HR એડમીનશ્રી વિપુલભાઈ પટેલ તેમજ એસ્ટ્રોનોમિકલ ક્લબના સભ્યશ્રીઓ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહેલ. આ ઉપરાંત આમંત્રિત મહેમાનો અને શહેરીજનોએ પણ આ કાર્યક્રમનો લાભ લીધેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.પી.વી. મોઢ, ડો.કે. પી. પટેલ, ડો.પી.એસ. પટેલ,પ્રા.ડી. એસ. ખિલારેએ કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન પ્રિ. ડો.વાય. બી. ડબગર દ્વારા કરેલ હતું.