GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખો થઈ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં યોજવા જઈ રહેલી  GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
આગામી 3 એપ્રિલ 2023ના રોજ ગુજકેટની પરીક્ષાની તારીખ આયોજિત કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલ 2023ને સોમવારના રોજ 10:00 વાગ્યે જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button