JETPURRAJKOT

NHRDF (નેશનલ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ રીસર્ચ સેન્ટર)દ્વારા રાજકોટ જિલ્લાના નારણકા ગામે થઇ રહેલું ગુણવતાયુક્ત બિજ ઉત્પાદન – વિતરણ કાર્યઃ

તા.૧૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ડુંગળીના બીજ તૈયાર કરતા ખેડૂતોની મુલાકાત લેતા કેંદ્રીય એડિશનલ કમિશનર ડો.નવીનકુમાર પાટલે

ડુંગળીનો સૌરાષ્ટ્રનો વાવેતર વિસ્તાર ૯૮૮૧૮ હેક્ટર- ઉત્પાદન ૨૩૬૮૫૬૪ મેટ્રીક ટનઃ

રાજકોટ જિલ્લાનો વાવેતર વિસ્તાર ૧૨૨૨૫ હેક્ટર – ઉત્પાદન ૨૫૮૫૫૯ મેટ્રીક ટનઃ

સૌથી વધુ વાવેતર વિસ્તાર ભાવનગર ૪૬૦૦૦ હેક્ટર – ઉત્પાદન- ૧૧૯૧૪૦૦ મેટ્રીક ટન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો આધુનિક ખેતી દ્વારા ગુણવત્તાયુકત પાક મેળવી આર્થિક રીતે સધ્ધર બને તે માટે રાજકોટ જિલ્લાના નારણકા ગામે કેન્દ્ર સરકારનું NHRDF (National Horticulture Development Research Foundation) કાર્યરત છે. જેનું મુખ્ય કાર્ય ગુણવત્તાયુક્ત બિજ ઉત્પાદન કરી ખેડૂતોને વિતરણ કરવાનું છે. રાજકોટ ખાતેની આ સંસ્થા મુખ્ય શાકભાજી પાકો જેવા કે ડૂંગળી, લસણ, બટેકા, ભીંડા, મરચા વગેરે પાકોનું ગુણવતાયુક્ત બિજ તૈયાર કરી તેનુ ખેડુતોને વિતરણ કરે છે.

કેંદ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, કો-ઓપરેશન અને ફાર્મર્સ વેલફેર વિભાગના એડિશનલ કમિશનર (હોર્ટી- ફુ્ટ)ડો.નવીનકુમાર પાટલે તથા રાજકોટ વિભાગના સંયુકત બાગાયત નિયામકશ્રી આર.એચ. લાડાણીએ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ડુંગળીના બીજ તૈયાર કરતાં કેટલાંક ખેડૂતોની મુલાકાત લીધી હતી. તેઓની આ ક્ષેત્રીય મુલાકાત દરમિયાન ડુંગળીના પાક લેતાં ખેડૂતો સાથે ચર્ચા કરી તેઓના પાક વધુ સમૃધ્ધ બને તે માટેનું માર્ગદર્શન આ અધિકારીશ્રીઓએ આપ્યું હતું.

ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે. ડુંગળીના અનેક ગુણો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે. ઔષધિક રીતે તે તાવ કફ જેવા રોગો સાથે એન્ટીઓક્સીડંટ તરીકે કોલેસ્ટ્રોલ, લોહીના ગાંઠા તેમજ અસ્થમા માટે ડુંગળીનું સેવન લાભદાયી છે. ત્યારે ડુંગળીનો રાજકોટ જિલ્લાનો વાવેતર વિસ્તાર ૧૨૨૨૫ હેક્ટર છે. ઉત્પાદન ૨૫૮૫૫૯ મેટ્રીક ટન છે. જયારે ડુંગળીનો સૌરાષ્ટ્રનો વાવેતર વિસ્તાર ૯૮૮૧૮ હેક્ટર તથા ઉત્પાદન ૨૩૬૮૫૬૪ મેટ્રીક ટન છે. ડુંગળીનો સૌથી વધુ વાવેતર વિસ્તાર ભાવનગર ૪૬૦૦૦ હેક્ટર ઉત્પાદન:- ૧૧૯૧૪૦૦ મેટ્રીક ટન છે. ડુંગળીનો સૌથી ઓછુ વાવેતર વિસ્તાર દેવભૂમી દ્વારકા ૧૨૫ હેક્ટર છે તથા ઉત્પાદન ૩૧૨૫ મેટ્રીક ટન છે.

શ્રી પટેલેની ખેડૂતો સાથેની મુલાકાતમાં રાજકોટના નાયબ બાગાયત નિયામકશ્રી એ.એમ.દેત્રોજા, સેન્ટરના આસી.ડાયરેક્ટર ૦શ્રી આર.બી.સીંગ, અને સિનીયર ટેકનીકલ ઓફીસર ડો.એસ.કે.તિવારી વગેરે સામેલ થયા હતા, ખેડૂતો સાથે ચર્ચા કરી તેમને અને માર્ગદર્શન આપ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button