કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો
તાહિર મેમણ – આણંદ 09/02/2024 :: કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત તથા આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આણંદની એન.એસ.પટેલ કોલેજ ખાતે ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું.
આ માર્ગદર્શક સેમિનારમાં કામકાજના સ્થળે થતી જાતીય સતામણી આધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સમગ્ર જિલ્લામાં થયેલા કેસો અંગે, દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧, ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત ઘરેલું હિંસા કોને કેહવામાં આવે છે?, આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે? કાયદા હેઠળ પીડિત મહિલાને સુરક્ષા, રેહઠાણ, નાણાકીય રાહત અને ભરણ પોષણ, બાળકનો કબજો, વળતર અને વચગાળાનાં હુકમ તથા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી કાયદા તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અંગે અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પ્રિ-મેરેજ અને પોસ્ટ મેરેજ અંગે, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજનાઓ, મહિલાલક્ષી વિવિધ હેલ્પસેન્ટર પૈકી પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ”સખી” વન સ્ટોપ સેન્ટર, શક્તિ સદન(સ્વધાર ગૃહ), વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર, “બેટી બચાવો, બેટી પઢાવો યોજના”, ૧૮૧ અભયમ હેલ્પલાઈન અંગે વિશે જાણકારી આપી ઉપસ્થિત તમામને સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ફરજાનાબાનુ ખાન, આણંદ જિલ્લા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર શબનમબેન ,સખી વન સ્ટોપ સેન્ટરના કેસવર્કર હિનાબેન, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલર બીનાબેન, એન.એસ.પટેલ કોલેજના સમાજશાસ્ત્ર પ્રાધ્યાપક હિનાબેન ગજ્જર, ફિલ્ડ ઓફિસરશ્રી એફ.ડી.સોલંકી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો તમામ સ્ટાફ, ડી.એચ.ઈ.ડબલ્યુ. નો સ્ટાફ, ૧૮૧ અભયમ હેલ્પલાઈન કાઉન્સેલર તથા કોલેજના પ્રોફેસરશ્રી રેચલ મેકવાન અને મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતા.