
28 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલી શ્રી રૂણી પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની અલગ જ રીતના ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ 1 થી 8 ના બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જેમાં ભજન, ધૂન, લગ્નગીત, લોકગીત, ચોપાઈ, છંદ, દુહા વગેરે રચનાઓ સંગીત સાથે ગવડાવવામાં આવી હતી. બાળકોને પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરવાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. સાચે ગુજરાતી માતૃભાષા હોવાનો એક આનંદ છે. ગુજરાતી ભણાવતા શિક્ષક શ્રી દિનેશભાઈએ જણાવ્યું કે માતૃભાષા એ ગળગુંથીમાંથી પ્રાપ્ત થતી ભાષા છે. જેને સપના પણ પોતાની માતૃભાષામાં આવતા હોય. તેવી ભાષાની ઉજવણી કરવામાં ખૂબ જ આનંદ આવતો હોય. તેમને જણાવ્યું કે પોતાનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. સાથે સાથે સમગ્ર સ્ટાફ પણ આ દિવસની ઉજવણીમાં સહ ભાગીદાર બન્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આચાર્યશ્રી એ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.