
તા.૨૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાનાં રાજકોટ તાલુકાના નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રેનિંગ, ગામ-વડાલી, કસ્તુરબાધામ પાસે, ત્રંબા ખાતે આવેલ રેન્જમાં એન.સી.સી. કેડેટ્સ માટે ફાયરીંગ પ્રેક્ટીસ કરાવવામાં આવશે. જે અન્વયે ફાયરીંગ પ્રેકટીસ દરમ્યાન જાહેર જનતાની સલામતી માટે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે નીચે મુજબના આદેશો જારી કર્યા છે.
ત્રંબા ખાતે આવેલ ફાયરીંગ રેન્જની આજુ-બાજુનો વિસ્તાર તેમજ બટની પાછળના ભાગનાં ખુલ્લા વિસ્તારમાં તા.૦૧-૦૪-૨૦૨૩ થી તા.૩૦-૦૫-૨૦૨૩ સુધી જાહેર જનતાએ પ્રવેશ ન કરવા તથા ત્યાંથી પસાર ન થવા કે કોઈ વાહન કે ઢોર સાથે ત્યાંથી પસાર ન થવા મનાઈ હુકમ ફરમાવવામાં આવેલ છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
[wptube id="1252022"]