
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની NDAને ભારે પડકારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં દેશની હોટ સીટ કહેવાતી વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉભેલા કોંગ્રેસના અજય રાયે પણ જોરદાર ટક્કર આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બેઠક પરથી દોઢ લાખ મતોના માર્જિનથી વિજયી થયા છે. પરંતુ આ જીતનું માર્જિન ગત ચૂંટણી કરતાં ઘટી છે. મળેલા મતો નરેન્દ્ર મોદી : 612970, અજય રાય : 460457, અતહર જમાલ લારી : 33766
વર્ષ 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ 6,74,664 મતો મેળવ્યા હતા. તેમની સામે ઉભેલા સમાજવાદી પાર્ટીની ઉમેદવાર શાલિની યાદવને બે લાખ મતો અને કોંગ્રેસના અજય રાયને લગભગ દોઢ લાખ મતો મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4.80 લાખ મતોના અંતરથી જીત્યા હતા.
વારાણસી લોકસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્રનો મુકાબલો કરવા કોંગ્રેસના અજય રાય અને બસપાના અતર જમાલ લારી ઉભા છે. આ ઉપરાંત અપના દળ(કે)ના ગગન પ્રકાશ યાદવ અને યુગ તુલસી પાર્ટીના કોલીશેટ્ટી શિવ કુમાર પણ વારાણસીના મેદાનમાં છે. બે અપક્ષ ઉમેદવાર દિનેશ યાદવ અને સંજય કુમાર તિવારી પણ વડાપ્રધાન વિરુદ્ધ ઉભા છે.
વારાણસીની ચૂંટણીમાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. આ હોટ લોકસભા બેઠક માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ વારંવાર શહેરની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ વારાણસીની સતત મુલાકાતે આવતા હતા. મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ વારાણસીમાં મોરચો સંભાળ્યો હતો.
2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગભગ 63.62 ટકા મત મળ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીને 18 ટકા અને કોંગ્રેસને 14 ટકા મત મળ્યા હતા.










