BANASKANTHAKANKREJ

સરવાલમાં વાંસા પરગણા પ્રજાપતિ સમાજની મિટિંગ મળી

હારીજ તાલુકા સરવાલમાં આવેલ શક્તિધામ ખાતે વાંસા પરગણા પ્રજાપતિ સમાજ અને વાંસા પરગણા શિક્ષણ સમિતિની સંયુક્ત બેઠક આજરોજ તા.૨૫/૦૫/૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારે ગુમડા મસ્જિદ પ્રા. શાળા પાટણના આચાર્ય હરજીભાઈ
પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને પ્રમુખ નાનજીભાઈ પ્રજાપતિ-વાંસા,મંત્રી હસમુખભાઈ પ્રજાપતિ-હરિજની ઉપસ્થિતમાં યોજાઈ હતી. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગતબાદ મહેમાનો તથા વાંસા પરગણાના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા દરેક શિક્ષક બંધુઓને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ પ્રસંગે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આગામી સમયમાં વાંસા પરગણા
પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન સમારોહ અને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનાં ઈનામ વિતરણ,સમાજને શિક્ષણની દિશામાં આગળ વધવા માટેની ચર્ચા વિચારણા,સામાજિક રીત રિવાજોના સુધારા વધારા, શૈક્ષણિક બાબતની ચર્ચાઓ, આપણે સૌ સું કરીએ તો બાળકો પ્રોત્સાહી થાય અને આગળ વધે તે બાબતોની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપપ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ-ચાબખા, સહમંત્રી શિવરામભાઈ પ્રજાપતિ- અડીયા,ઓડિટર ભેમાભાઈ પ્રજાપતિ-રોડા સહિત કારોબારી સભ્યો,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ એસ.પ્રજાપતિ હાજર રહેલ.કાર્યક્રમના અંતે શ્રી વા ઢીયાર
વિકાસ બચત ધિરાણ સહકારી મંડળી ડીસા પ્રમુખ વાંસા પરગણા પ્રજાપતિ સમાજના સભ્ય હેમરાજભાઈ અંબારમભાઈ પ્રજાપતિ તથા ગોવિંદભાઈ અંબારમભાઈ પ્રજાપતિ તરફથી આપેલ ભોજન પ્રસાદનો લાભ લઈ સૌ છુટા પડ્યા હતા.આભાર વિધિ હેમરાજભાઈ
પ્રજાપતિએ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button