
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામા હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ નોંધાયો છે.
જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી મળેલી વિગતો અનુસાર, આજે બપોરે 2 વાગ્યા થી 6 વાગ્યે સુધીમાં જિલ્લામાં સરેરાશ 6 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.આહવા તાલુકામાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે. વઘઇ તાલુકામાં 8 મી.મી. અને સુબિર તાલુકામાં 3 મી.મી. કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે સુબિર તાલુકાના આંબુર ગામમાં કાચા મકાનના પતરા ઉડી જવા પામ્યા હતા.વધુમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં ભાલખેત ટેકપાડા ગામે ભારે પવન ફુંકાતા આંતરીક માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ પડી જતા માર્ગ અવરોધાયો હતો.સાથે ગામમાં અમુક ઘરોનાં પતરા પણ ઉડાડી દીધા હતા.ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા તા.15 થી તા.18 મી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..
[wptube id="1252022"]








