JUNAGADHKESHOD

કેશોદ બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતિ ઉજવાઈ બાબા સાહેબ આંબેડકર અમર રહો’ ના નારા ગુંજયા  ઠેર-ઠેર રેલી, પુષ્પ વંદના, સભા સહિતના આયોજનો થયા

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં  ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ ઉજવાઈ હતી.કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રેલી, શોભાયાત્રાઓ યોજાઈ હતી. જેમાં જય ભીમ ના નારા સાથે કેશોદ ગુંજી ઉઠ્યું હતું ડો.બાબા સાહેબ આંબેડકર અમર રહો,જય ભીમ સહિતના નારા ગુંજયા હતા. કેશોદના ચારચોક સહિત ઠેર-ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં બાબા સાહેબની પ્રતિમાને હાર રોપણ પુષ્પ વંદના કરવામાં આવી હતી કેશોદના શ્રધ્ધા સોસાયટી,જે.બી ફાર્મ તેમજ ચારચોક સહિત વિસ્તારોમાં ભીમ રાસ,રંગોળી,કેક કટિંગ,સેલિબ્રેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન સહિત અનેક સ્થળોએ ભોજન સાથે સભા પણ યોજવામાં આવી હતી. કેશોદ ચારચોકમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરાયા બાદ જય ભીમના નારા સાથે વિશાળ રેલી યોજાઈ હતી કેશોદમાં સામાજિક સંગઠનો સહિત તમામ સમાજના આગેવાનો, અધિકારીઓ, રાજકીય પક્ષોના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા કેશોદ મેઘવાળ પંચ અને ઇન્દિરા નગર યુવા ગ્રુપ દ્વારા મોટી સંખ્યામાં રેલી અને ડીજે સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રેલી શહેરના મુખ્ય રાજ માર્ગ પર ફરી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button