
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુક્લ ઉપસ્થિત રહેતા ધર્માંચાર્ય પરભુદાદા,બીપીનભાઈ પરમાર સહિત પ્રગટેશ્વર સમિતિ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્ટેજ ઉપરથી નાના બાળક પ્રથમ પટેલે જલારામ બાપાનું પાત્ર ભજવી લોકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું.પ્રફુલભાઈ શુકલે આશીર્વચન આપતા કહ્યું કે આછવણી નું પ્રગટેશ્વર ધામમાં હાજરા હજુર બિરાજે છે,જેમ જૂનાગઢ નરસિંહ મહેતાનું,વીરપુર જલારામ બાપાનું ઓળખાય છે એમ ભવિષ્યમાં આછવણી પૂજ્ય પરભુદાદાનું તરીકે ઓળખાશે.તા.7 ઓક્ટોબરે સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે યોજાનારી ભાગવત કથાની પોથીયાત્રા ખેરગામમાં પ્રફુલભાઈ શુકલના નિવસેથી પ્રસ્થાન કરશે.આજના છેલ્લા સોમવારે ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા.આચાર્ય કશ્યપ જાની તથા ભૂદેવો દ્વારા લઘુરુદ્ર યજ્ઞ વેદ મંત્રોચ્ચાર સાથે કરાવ્યો હતો.કેદારનાથ યાત્રાએ જઇ રહેલા શિવ પરિવારને પ્રફુલભાઈ શુકલે શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.





