
તા.૧૦.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ઔધોગિક વિસ્તાર માં આવેલ સીમેન ગમેશા કંપનીમાં ખુલ્લી જગ્યામાં સૂકા ઘાસમાં આગ લગતા આ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી. લાગેલી આગ ને લઇ ધુમાડાના ગોટેગોટા આકાશ માં ફેલાતા કોઈ કંપનીમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે હાલોલ ફાયર ફાઈટર ની ટીમ ને જાણ કરતા તે તાતકાલિક ધટના સ્થળે દોડી આવી દોઢ કલાક જેટલી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા કંપનીમાં કામ કરતા લોકોએ હાશકારો અનુભવાયો હતો. જોકે લાગેલી આગ ને લઇ ખુલ્લા માં મુકેલ પવન ચક્કી ની અમુક પાંખોને નુકશાન થયું હૉવાનું પણ જાણવા મળી આવ્યું છે.બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોર ના સમયે હાલોલ ના જીઆઈડીસી ચંદ્રપુરા રોડ ઉપર આવેલ સીમેન ગમેશા કંપનીમાં ખુલ્લી જગ્યામાં સૂકા ઘાસમાં આગ લાગી હતી.જેને લઇ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાતા આ કંપનીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે તાત્કાલિક ધોરણે બનાવ અંગે હાલોલ ફાયર ફાઈટર ની ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ભારે જહેમત બાદ આગ ને કાબુમાં લીધી હતી. જોકે લાગેલી આગને લઇ ખુલ્લામાં મુકેલ પવન ચક્કી ની અમુક પાંખોને નુકશાન થયું હતું.જોકે આગમાં ભારે નુકશાન થયું હોવાની જાણકારી પણ મળવા પામી છે.