
અખિલ બ્રહ્માંડના નાથ શ્રીરામ ચંદ્રજીની પાવન ભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે.વર્ષો પછી ફરી અયોધ્યા નગરીમા ભગવાન શ્રીરામ બિરાજમાન થયા છે. અને ભવ્ય શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે તેની ખુશાલીમાં દરેક સ્થળોએ અનેકલોકોના સન્માન થઈ રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પણ વિદ્વાન ધારાશાસ્ત્રી વર્ધિલાલ શાહના સુપુત્ર પિતાના પગલે પગલે ચાલતા તેમજ છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ માં બાબરી ધ્વંશ પછી શિહોરીમાં સરકાર દ્વારા કારસેવકો (રામ ભક્તો) ઉપર જે ગુના દાખલ કરેલા અને એ કેશો ૩૦ વર્ષ એટલેકે ૧૯૯૨ થી ૨૦૨૨ સુધી ચાલ્યા અને ૨૦૨૨ના વર્ષ માં કારસેવકો (શ્રીરામ ભક્તો) નિર્દોષ છુટ્યા જ્યાં સુધી કેસો ચાલ્યા ત્યાં સુધી એક પણ રામ ભક્તોનો (કારસેવકોનો) એક પણ પૈસો લીધા વગર કોર્ટમાં મદદ કરવા બદલ શ્રીરામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે વિદ્વાન વકીલ અશ્વિનભાઈ શાહનું શ્રીરામ સેવા સમિતિ દ્વારા બ.કાં.જિલ્લા ભાજપ પુર્વમહામંત્રી ભારતસિંહ ભટેસરિયા,શિહોરી સરપંચ શાંતુભા ડાભી,શિહોરી પી.એસ. આઈ.બી.એલ.રાયજાદા,મહેન્દ્રભાઈ જોષી ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાએ વકીલ અશ્વિનભાઈ શાહ ને બિરદાવ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા




