BANASKANTHAPALANPUR

જુના ડીસા ખાતે રોહિત સમાજ યુવક મંડળ દ્વારા બે અગ્નિવીર યુવાનોનું સન્માન કરવામાં આવેલ 

10 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા તાલુકાના શિક્ષિત જુનાડીસા ગામના યુવાનો સરકારી કોઈપણ ભરતીમાં અગ્રેસર રહે છે.ત્યારે તાજેતરમાં ગામના વધુ બે યુવાનો વિશાલભાઈ બાબુભાઈ પુનડિયા અને સંજયભાઈ અમરતભાઈ પુનડિયાની આર્મી (અગ્નિવીર) માં જીડી કોન્સ્ટેબલમાં પસંદગી થઈ છે. તે બદલ ગામના રોહિત સમાજ યુવક મિત્ર મંડળ દ્વારા બંને યુવાનોનું રામદેવ પીર મંદિરમાં સંત રોહિદાસ અને ડો.બાબા સાહેબ આંબેડકરનો ફોટો ભેટ આપી ફૂલહાર કરીને હૂંફાળું સન્માન કરવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button