GUJARATKHERGAMNAVSARI

બાલચોંડી ગામે શિવ ભાગવત કથામાં કૃષ્ણજન્મ ઉત્સવ ઉજવાયો

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
બાલચોન્ડી ગામે ભુવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ચાલી રહેતા શિવ ભાગવત કથાના પાંચમા દિવસે વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવતા છોટે મોરારીબાપુએ જણાવ્યું કે દરેક ધર્મમાં મૂર્તિ અને પ્રતીક એની પૂજા હોય છે.દરેક ધર્મને આપણે સમાન રીતે જોવાનું છે.વ્યસન,ફેશન,અનીતિ અને અન્યાયને છોડવાની જરૂર છે.અનિતિથી ધન કમાયેલું ધન ટકતું નથી.આપણું ધન સત્કર્મમાં સમાજ સેવામાં વપરાવુ જોઈએ.ધન વાપરવાથી શુદ્ધ રહે,મન ભક્તિથી શુદ્ધ રહે અને તન સેવા સદભાવના અને સદવૃત્તિથી શુદ્ધ રહે છે.કથામાં ધર્મચાર્ય પરભુદાદાએ વિધવા બહેનોને ગરમ ધાબળા અને બ્રહ્મણોને દક્ષિણા આપી આશીર્વચન આપ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,માજી સાંસદ કિશનભાઈ,ગુલાબભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કથાને સફળ બનાવવા ગામના હરેશભાઇ,ગુલાબભાઈ,સરપંચ રાજેશભાઇ તેમજ યુવાનો વડીલો સેવા આપી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button