
સાબરકાંઠા…
ઇડરના બડોલીમાં ધોરણ 12 ની પરીક્ષાથીની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાઈ…
સાબરકાંઠા જિલ્લાના ઈડરના બડોલી ગામની હિંગવાળા હાઈસ્કૂલ ખાતે ધોરણ 12નાં ભૂગોળના પેપરમાં દરમીયાન એક વિદ્યાર્થીની તબીયત લથડી હતી.. મૂળ ભિલોડાના મલાસા ગામની સગીરા બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષા સેન્ટર ખાતે ધોરણ 12નું ભૂગોળનું પેપર ચાલું હતું તે દરમીયાન વિદ્યાર્થિનીને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે 108 મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.. મળતી માહિતી મુજબ વિદ્યાર્થિની બીમારી અંગે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલું હતી જોકે ધોરણ બારમા અભ્યાસ કરતી વિદ્યાર્થિની તબિયત લથડતાં શિક્ષણ વિભાગ સહીત શાળા સંચાલકો દોડતા થયાં હતાં.. સદ નસીબે વિદ્યાર્થિની ને સમયસર સારવાર મળી રહેતાં પરિવારજનો સહિત શિક્ષણ વિભાગમાં રાહતના અનુભવાઈ હતી.. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ વિદ્યાર્થિની તબિયત સુધારા પર હોવાનું તબીબ દ્વારા જણાવતાં તંત્રએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો…
જયંતિ પરમાર સાબરકાંઠા








