અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો ઓડિયો વાયરલ PMAY આવાસના હપ્પતા પાસ કરાવવા અલગ અલગ વહેવાર કરવો પડશે…? લ્યો બોલો આવુ પણ થાય છે
સરકાર ભલે વિવિધ યોજાનો થકી ગરીબી દૂર કરે છે પણ એની પાછળ ગણો ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો પણ ઉઠી છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાની અંદર હવે જાણે આધિકારીઓ આ બાબતે અજાણ હોય કે પછી આંખો આગળ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે જેમાં તાલુકામાં હલકી ગુણવંત્તા ના રસ્તાની તપાસ બાબતે હાલ તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકા ની અંદર એક ગ્રામ્ય વિસ્તારમા આવેલ એક ગ્રામ પંચાયત છે જ્યાં પી એમ એ વાય આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને આવાસનો લાભ મળતો હોય છે અને એની અંદર સરકાર દ્વારા એક લાખ વિસ હજાર રૂપિયાની કિંમતના ઘર મંજૂર કરવામાં આવે છે પરંતુ આ ઘરના હપ્તા મંજૂર કરાવવા માટે હાલ તો કર્મચારીઓ ગરીબો પાસેથી રૂપિયા પડાવતા હોવાનું એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર જે કર્મચારી છે તે અરજદારને કહી રહ્યા છે કે આ બાબતે અલગ અલગ વ્યવહાર કરવો પડશે ત્યારે આ બાબતે અરજદાર સાથે ટેલીફોનિક વાત કરતા જાણવા મળ્યું હતું કે આ સમગ્ર બાબતે અલગ અલગ હપ્તા લેવા માટે અલગ અલગ વ્યવહાર કરવો પડ્યો છે બીજી તરફ અરજદારે જણાવ્યું હતું કે જો ઉચ્ચ કક્ષાએથી જો તપાસ થાય આ બાબતે મેઘરજ તાલુકાની અંદર જે લાભાર્થીઓને મકાન સહાયની યોજના અંતર્ગત જે મકાનોની સહાય આપવામાં આવી છે અને મકાનો પણ બનાવવા માં આવ્યા છે જેની અંદર જે ગરીબો લોકો છે એ તો મકાન બનાવે છે પરંતુ કેટલાક એવા મકાનો પણ છે કે જેની અંદર મકાન બનાવ્યા વગર પણ હપ્તાઓ પાડી દેવામાં આવ્યા છે તેવી વાત હાલ તો જાણવા મળી છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય અને ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ગરીબોને ન્યાય મળી શકે તેમ છે ત્યારે હાલતો ઓડિયોની અંદર જે બાબતો જાણવા મળી છે તેને લઈને યોગ્ય તપાસ કરી અને ગરીબોને ન્યાય મળે તેવી હાલત અરજદારી માંગ સેવી રહ્યા છે









