AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ખોખરી ગામમાં પતિને પત્નીએ છૂટાછેડા ન આપતા જાનથી મારી નાખવાની ધમકી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ખોખરી ગામમાં પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી પત્ની સાથે છૂટાછેડા કરવા માંગતો હોય, પરંતુ પત્નીએ છૂટાછેડા કરવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા પતિએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો.સુબીર તાલુકાના ખોખરી ગામમાં રહેતા રવિન્દ્ર સુબન પારેનાં લગ્ન હેમાબેન સાથે 13 વર્ષ પહેલા થયા હતા. પરંતુ પતિ રવિન્દ્ર નો અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે છૂટાછેડા બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા.જેથી પત્ની ખોખરી ગામમાં જ તેમના પિતાના ઘરે રહેતા હતા. ત્યારે પતિ રવિન્દ્ર પત્ની ના ઘરે જઈને તેને કહેવા લાગેલ કે,’મારે તારી સાથે રહેવું નથી અને મને તું છુટાછેડા આપી દે.’અને પત્ની સાથે ઝઘડો કરી તકરાર કરવા લાગ્યા હતા.ત્યારે રવીન્દ્રના સસરા સમજાવતા હતા કે, તમે પતિ-પત્ની શાંતીથી રહો ઝગડો તકરાર કેમ  કરો છો ? તેમ કહેતા  રવિન્દ્ર તેમને અપ શબ્દો બોલવા લાગ્યા હતા અને  ગાલનાં ભાગે અને પિઠનાં ભાગે ઢીક્કા પાટુનો માર મારવા લાગ્યા હતા.ત્યારે તેમને બચાવવા પત્ની હેમાબેન વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો.તેમજ અપશબ્દ બોલીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જે બાદ પત્ની હેમાએ  181 અભયમ પર ફોન કર્યો હતો.પરંતુ  181  ઘરે પહોંચે તે પહેલાં પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button