
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારામાં સ્થાનિક પ્રજા તથા ડાંગ જિલ્લાનાં લોકોને પાર્કિંગ અને ધંધાકીય બાબતમાં હેરાનગતિ કરવામાં આવતી હોવાથી તેને અટકાવવા માટે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે પરપ્રાંતીય ધંધાર્થીઓનો રાફડો ફાટ્યો છે.ગિરિમથક સાપુતારા ખાતે જ્યા પણ નજર નાખો ત્યાં સ્થાનિક ધંધાર્થીઓ નહી પણ મહારાષ્ટ્ર અને બિહાર,રાજસ્થાનનાં ધંધાર્થીઓ જોવા મળે છે.ત્યારે ડાંગ જિલ્લા કૉંગ્રેસ યુવક મંત્રી સંતોષભાઈ ભુસારાએ ડાંગ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ડાંગ જીલ્લાનાં સાપુતારા હિલ સ્ટેશન ખાતે ગુજરાત ભરના સહેલાણીઓ પ્રવાસ માટે આવતા હોય છે.તથા ઘણા ખરા વ્યવસાય માટે પણ આવતા હોય છે.તેમજ રોજ બરોજ ડાંગ જીલ્લાનાં લોકો પણ ધંધો – વ્યવસાય કરવા સાપુતારા ખાતે જોવા મળે છે. સાપુતારા ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો ધંધાના હેતુથી આવતા હોય ત્યારે તેમના પાસેથી પણ પાર્કિંગના પૈસા લેવામાં આવે છે.અને તેમને ખુબજ હેરાન કરવામાં આવે છે.તેમજ નવાગામ અને તેમની આજુબાજુ આવેલા ગામડાઓના બેરોજગાર યુવકોને સાપુતારા ખાતે થોડી જગ્યા ફાળવવામાં આવે તો તેમને પણ રોજગાર મળી શકે તેમ છે.પરંતુ ત્યા બહારના લોકો ધંધો કરે છે અને ડાંગ જીલ્લાના લોકોને હેરાન કરે છે.અને કોઈ પણ વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો વધારાના નાણા ખંખેરી લેવામાં આવી રહ્યા છે.વધુમાં ડાંગ જિલ્લાના સ્થાનિક લોકો પાસે પાર્કિંગના પૈસા ન લેવામાં આવે અને યુવકોને રોજગાર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી…





