કાલોલ તાલુકાના સગનપુરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયુ

તારીખ ૨૩/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ગામે ગામ અને ઘરે ઘરે લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશથી શરૂ થયેલ”વિકસિત ભારત, સંકલ્પ યાત્રા”નું આજરોજ કરૂણેશ વિદ્યામંદિર સગનપુરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.કાર્યક્રમમાં કાલોલ તાલુકા પ્રમુખ,ઉપપ્રમુખ ,તાલુકા વિકાસ અધિકારી,જીલ્લા વિકાસ અધિકારી, નોડલ અધિકારી , ભાજપ તાલુકા પ્રમુખ,જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો , SMDC સભ્યો , શાળાના પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી તથા ગામના આગેવાનો , યોજનાના લાભાર્થીઓ વગેરે બહુ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો.શાળાના શિક્ષક રવિભાઈએ કાર્યક્રમનું બહું જ સુંદર સંચાલન કર્યું હતું.દીપ પ્રાગટય અને બાળકોના સ્વાગત ગીતથી વાતાવરણ ભાવમય બન્યું હતું.મંત્રી રતનસિંહ ચૌહાણે વિકસિત ભારત,સંકલ્પ યાત્રાના મહત્વ વિશે ખૂબ જ સુંદર માહિતી આપીને સૌ લોકોએ આવી યોજનાઓનો વિશેષ લાભ લેવો જોઈએ એવું સૂચન કર્યું હતું.જિલ્લા પંચાયત સભ્ય કૃષ્ણકાંત પરમારે પણ સ્વચ્છતા સુવિધાઓ,આવશ્યક નાણાકીય સેવાઓ,પીવાનું પાણી, વીજળી જોડાણો,એલપીજી સિલિન્ડરની ઍક્સેસ,ગરીબો માટે આવાસ, ખાદ્ય સુરક્ષા,યોગ્ય પોષણ, વિશ્વસનીય આરોગ્ય સંભાળ, સ્વચ્છતા જેવી કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરી હતી. ગુણવંતભાઈએ પણ શાળાના વિકાસમાં એક લાખ રૂપિયા જેટલી ગ્રાંટ ફાળવણી કરવાનું વચન આપ્યું હતું.ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત સ્થાનિક લોકોએ તેમના સકારાત્મક અનુભવો શેર કર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ સુથારે તમામ મહાનુભાવો , ગ્રામજનો , શિક્ષકો ,આશા વર્કર બહેનો , તલાટી,પૂર્વ સરપંચ, શાળા-મંડળ પરિવાર તેમજ નામી અનામી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.










