GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ એમજીએસ હાઈસ્કૂલ ખાતે સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામા આવી.

તારીખ ૧૨/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમ જી એસ હાઇસ્કુલ ખાતે શુક્રવારે સ્પોર્ટસ ડે ની ઉજવણી કાલોલ ના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ની અધ્યક્ષતા હેઠળ યોજાઈ જેમાં મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ યોગેશભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા અને સહ મંત્રી પ્રફુલભાઈ શાહ તેમજ ટ્રેઝરર મનોજભાઈ પરીખ તથા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા દીપ પ્રગટાવી મુખ્ય મહેમાન કાલોલ મામલતદાર દ્રારા સ્પોર્ટસ ડે ની મશાલ પ્રગટાવી પરેડ અને રમતોત્સવ ને ખુલ્લો મૂક્યો હતો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ નાં વિદ્યાર્થિઓ , લેઝીમ,કોથળા કૂદ, લીંબુ ચમચી દોડ, વોલીબોલ, લંગડી દોડ, લાંબી કૂદ, ગોળાફેક, દોરડા ખેંચ, કબડ્ડી, સંગીત ખુરશી, દેડકા દોડ, ત્રીપગી દોડ, બેકવર્ડ દોડ જેવી રમતો નો આનંદ લીધો હતો. મુખ્ય મહેમાન કાલોલ મામલતદાર દ્વારા પોતે આ હાઈસ્કૂલ ના વિદ્યાર્થી હોવાનુ જણાવી પોતાના વિદ્યાર્થી કાળ ને યાદ કરી બાળકોને સ્પોર્ટસ નું મહત્વ સમજાવ્યું અને બાળકોને પણ આ રીતે ઉચ્ચ સ્થાને આગળ આવવા ની હાકલ કરી હતી.રમતોત્સવ નું સંચાલન વ્યાયામ શીક્ષક,કે એ પુવાર, અને વોલીબોલ કોચ સોહેલભાઈ, આર્ચરી કોચ બાબુભાઇ અને પ્રાથમિક વિભાગ નાં યુ ડી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button