GUJARAT
સાધલી ગામે કાયાવરોહણ ચોકડી થી બસ સ્ટેન્ડ તરફ જતા રોડ ની બન્ને બાજુમાં હલકી કક્ષાના પેવર બ્લોક નાખવામાં આવતાં કોન્ટ્રાકટર સામે સવાલ
શિનોર તાલુકાના સાધલી ગામે 2 કરોડ 32 લાખ ઉપરાંત નાં ખર્ચે સર્કલ તેમજ કાયાવરોહણ ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ તેમજ બંને બાજુ ડ્રેનેજ લાઈન ની બાજુમાં પેવર બ્લોક ની તકલાદી કામગીરી સામે લોકોમાં રોષ. લોકો દ્વારા સવાલ ઉઠાવ્યા હોવાથી હાલતો તકલાદી બ્લોકની એક ગાડી પાછી લઈ જવામાં આવી છે જ્યારે અગાઉ નાખેલા બ્લોક હજુ જૈસે થે હાલતમાં છે. શિનોર ના સાધલી ખાતે 2 કરોડ 32 લાખ ઉપરાંત નાં ખર્ચે સર્કલ તેમજ કાયાવરોહણ ચોકડી થી બસ સ્ટેન્ડ નો મુખ્ય માર્ગ તેમજ બંને બાજુ ડ્રેનેજ લાઈન ની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેનું ખાતમુહૂર્ત ધારા સભ્ય અક્ષય ભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કોન્ટ્રાક્ટની કામગીરી મેં.વી.એસ.શાહ એન્ડ કુ નામની એજન્સી દ્વારા કરવામાં આવતી હોય એક તરફ જોવા જઈએ તો કોન્ટ્રાકટર ની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી દરમિયાન ખુલ્લી ડ્રેનેજ લાઇન માં પડેલ કચરો પણ સાફ કરવામાં આવ્યો નથી.જેથી ચોમાસામાં ડ્રેનેજ લાઈન જામ થઇ શકે છે . તેમજ ડ્રેનેજ લાઇનની પડતી ખાલી જગ્યા ઉપર તકલાદી પેવર બ્લોક નાખવામાં આવતા લોક લોકો ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ કોન્ટ્રાક્ટ મુજબ ૧૫ મીટરના વ્યાસના સર્કલના બદલે માત્ર ૧૦ મીટર વ્યાસનું સર્કલ બનાવેલ છે. લાઇટિંગ માટે એરિયલ માસ્ટ હજુ ફીટ નથી કરાયા. ટેન્ડરની શરતોમાં આ કામ તા.૧૩ માર્ચ ૨૦૨૪ના રોજ પૂરું કરવાનું હોવા છતાં હજુ પણ ઘણું કામ બાકી છે. જ્યારે મુખ્ય માર્ગ ઉપર બમ્પ મૂકવામાં આવ્યા છે જે બમ્પ પાસે કોઈ પણ જાતનું બોર્ડ નથી લગાવવામાં આવ્યું તેમજ વાઇટ કલરના પટ્ટા નથી પાડવામાં આવ્યા જેથી બાઈક ચાલકો પડી જવામાં બનાવો બનવા પામ્યા છે.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કોન્ટ્રાક્ટરની આ કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. અધધ કહી શકાય એટલા રૂપિયા બે કરોડ 32 લાખ ઉપરાંતનાં આ કોન્ટ્રાક્ટમાં શું ? ગોબાચારી ચાલી રહી છે એ એક સવાલ જનતા માં ચર્ચાઈ રહ્યો છે. તંત્ર વહેલી તકે આ તમામ કામગીરી ની તપાસ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે. સાધલી ગામે 2 કરોડ 32 લાખ ના ખર્ચે સર્કલ,રોડ,ડ્રેનેજ લાઇન અને પેવર બ્લોક ની કામગીરી ની ઉપલા અધિકારીઓ દ્વારા તપાસ થાય તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે. ફૈઝ ખત્રી...શિનોર

[wptube id="1252022"]






