
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત મારી માટી,મારો દેશના કાર્યક્રમ હેઠળ ડાંગ પોલીસ વિભાગ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડ્યુ…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં રમણીય પ્રવાસન સ્થળ ગીરાધોધ ખાતે પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ તિરંગાયાત્રામાં ડાંગ જિલ્લાનાં એસ.પી.યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ,એલ.સી.બી.પી.એસ.આઈ.જયેશ વળવી, વઘઇ પી.એસ.આઈ.પી.બી.ચૌધરી પણ સહભાગી થયા હતા.તેમજ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો,હોમગાર્ડ,જી.આર. ડી. જવાનો અને પ્રવાસીઓ જોડાયા હતા.ત્યારે રમણીય સ્થળે પોલીસ જવાનો અને પ્રવાસીઓ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા..
[wptube id="1252022"]





