
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બરમ્યાવડ ગામમાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો જ્યારે 3ને વોન્ટેડ જાહેર કર્યા…
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બરમ્યાવડ ગામની સીમમાં ફોરેસ્ટ નાકા નજીક આવેલ જંગલની ખુલ્લી જગ્યામાં એક ઈસમ દ્વારા વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.જે બાતમીનાં આધારે સાપુતારા પોલીસ મથકના પી.એસ.આઈ કે.જે.નિરંજનની ટીમે સ્થળ પર રેડ કરી હતી.ત્યારે પોલીસને જોઈને કેટલાક ઈસમો નાસી છૂટ્યા હતા.જોકે સાપુતારા પોલીસે વરલી મટકાનો જુગાર રમાડનાર તુકારામ કિશન ગાંગુર્ડે (રહે.સુરગાણા,લાડગાવ જી.નાશિક મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી હતી.તેમજ વરલી મટકાનો આંક લખનાર રાઇટરો બેસાડી આંક ફરકનો જુગાર ચલાવનાર (1)કેશવ લહરે ,(2) રવિ પવાર ,(3) મન્યા ગાવિત (ત્રણેય રહે.સુરગાણા જી.નાશિક મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.હાલમાં સાપુતારા પોલીસની ટીમે આ અંગેનો ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે…





