
૧૦ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
આજરોજ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુલ ભાયાવદરમાં કાર્યક્રમ અને રેલી યોજવામાં આવી. જેમાં ગુરુકુલના આચાર્ય,શિક્ષકો અને 300 વિદ્યાર્થીઓ જોડાયા હતા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું અને સિંહની મુખાકૃતિ વાળા મહોરા પહેરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રેલી યોજવામાં આવી જેમાં વિવિધ સૂત્રોચાર કરવામાં આવ્યા. સિંહ બચાવો સિંહ બચાવો, ગુજરાતનું ગૌરવ સિંહ છે,ગીરનો રાજા સિંહ છે.સિંહ બચાવો અભિયાન અને સંકલ્પ સાથે રેલી પૂર્ણ કરવામાં આવી. આમ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે વિદ્યાર્થી અને શિક્ષકોએ રેલીનો આનંદ માણ્યો હતો.
[wptube id="1252022"]




