જૂનાગઢમાં રૂ. ૪.૨૦ કરોડના ખર્ચે મેગા સીટીમાં હોય તેવા એસ્પીરેશનલ પબ્લિક ટોયલેટ બનશે

મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નં.૨ અને જુદી જુદી જગ્યાએ કુલ ૨૦ એસ્પીરેશનલ પબ્લિક ટોયલેટની કામગીરીનું ખાતમુર્હુત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત વોર્ડનં.૨માં આર.ટી.ઓ. ઓફિસ સામે ખામધ્રોળ રોડ પર અને જુદી જુદી જગ્યાએ કુલ ૨૦ એસ્પીરેશનલ પબ્લિક ટોયલેટની કામગીરીનું ખાતમુર્હુત તેમજ વોર્ડ નં.૨ની એસ.આઈ.ઓફીસ જે પહેલા મજેવડી દરવાજા પાસે આવેલ હતી, તે મેયર ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે આર.ટી.ઓ.ઓફીસ સામે કાર્યરત કરવામાં આવેલ.
એસ્પીરેશનલ પબ્લીક ટોઈલેટ મેગા સીટીમાં હોય એવા સ્માર્ટ અને અત્યાધુનિક સુવિધાથી સજ્જ હોય છે, એવા જ ટોઇલેટ શહેરમાં બનશે. આમાં લેડીઝ, જેન્સ, વિકલાંગો અને પ્રથમ વખત ટ્રાન્સઝેન્ડરો માટે પણ ટોઇલેટ બનશે. સામાન્ય રીતે ટ્રાન્સઝેન્ડરોને મુંઝવણ થતી હોય, છે કે ક્યા ટોઇલેટમાં જવું ? સ્ત્રી કે પુરૂષના? ત્યારે તેમના માટે અલગ જ વ્યવસ્થા ઉભી કરાશે.કુલ 20 જગ્યાએ ટોઇલેટ બનશે. આમાં મુખ્ય ચાર હાઈ-વે રોડ જેવા કે જૂનાગઢ હાઈવે, મધુરમ હાઈવે, રાજકોટ હાઈવે અને ધોરાજી હાઈવે રોડ નજીક બનાવાશે. સાથે ભવનાથ જેવા ધાર્મિક સ્થાનોમાં, માર્કેટોમાં અને પ્રવાસન સ્થળો પર
ટોઇલેટ બનાવાશે. અત્યાધુનિક સુવિધા
સાથેના આ ટોઇલેટનો લોકો ફ્રિમાં ઉપયોગ કરી શકશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે શાસકપક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, સેની.સુપ્રી કલ્પેશભાઈ જી ટોલિયા, ઇલે.ઈજનેર હાજાભાઇ ચુડાસમા, એસ.આઈ.ઓ, સબ એસ.આઈ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.