
તારીખ ૨૯/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલથી અંદાજિત ૧૫ કિમી દૂર આવેલા વેજલપુર ગામમાં વસતા ભોઈ સમાજ દ્વારા આજ રોજ નવચંડી યજ્ઞ તથા ભાથીજી મહારાજની જાયણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ખાસ હાજરી આપી સમાજના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. એટલું જ નહી, તેઓએ સમાજને વ્યસનથી મુક્ત રહેવાની,સમાજને શિક્ષિત અને આધ્યાત્મિક બનવાની હાકલ કરી હતી. ઉપરાંત ભોઈ સમાજ દ્વારા ભાથીજી મહારાજના આખ્યાન તથા સામૂહિક મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૬૫૦ જેટલા લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
[wptube id="1252022"]









