GUJARATMEHSANAVIJAPUR

સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ઊંઝાની જી.એલ. પટેલ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓમાં બુથ અવેરનેસ અને મોક પોલના સહભાગી બની

સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ઊંઝાની જી.એલ. પટેલ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓમાં બુથ અવેરનેસ અને મોક પોલના સહભાગી બની
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મત આપશે મેસાણા એ માત્ર પ્રાશ બેસાડતું સૂત્ર જ નથી પણ મહેસાણા જિલ્લાવાસીઓમાં મતદાન પ્રત્યે પ્રસરતિ જનજાગૃતિ છે જેમાં જિલ્લાવાસીઓનો ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયા માટેની માહિતી જાણવાની તાલાવેલી પણ જોવા મળે છે .જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા હાલે સમગ્ર જિલ્લામાં મતદાર જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગતમાં ચાલી રહ્યા છે . જે પૈકી શૈક્ષણિક સંસ્થાઓમાં યુથને પણ બુથ અવરનેસના કાર્યક્રમો શીખવાડવામાં આવી રહ્યા છે.
બુથ અવરનેસ અને મોકલાઈવ આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને પ્રથમ મતદાન કરવા પહેલાં મતદાનની પ્રક્રિયા સમજાવવાની પૂરી પ્રક્રિયા એમને પ્રેક્ટીકલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ઊંઝાની જી.એલ. પટેલ હાઇસ્કુલ ખાતે તમામ વિદ્યાર્થીનીઓને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાથી પ્રેક્ટીકલ રૂપે માહિતગાર કરવામાં આવી હતી.
સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત અહીંની વિદ્યાર્થીનીઓમાં બુથ અવેરનેસ અને મોક પોલ શું છે તેનું જીવંત પ્રદર્શન તેમજ સહભાગી બનાવીને કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીનીઓ પોતે જ બુથ ના બી.એલ.ઓ ,ચૂંટણી નિરીક્ષક ,મતદાતા વગેરે વિવિધ કામગીરી કરનાર કર્મયોગી બન્યા હતા તેમજ મતદાતા બનીને પોતાનો કિંમતી મત કેવી રીતે અપાય, ઇવીએમ કે મત પેટી અને ઇવીએમ કેમનું વાપરવું અને મત પેટીમાં મત કેમનું નાખો તેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝાની આ વિદ્યાર્થીનીઓ ઉત્સાહ ભેર સહભાગી બની હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button