
14-ઓગષ્ટ
વાત્સલ્યણ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજા આણંદજી હાઈસ્કૂલ, નિરોણા-કચ્છ મધ્યે રાષ્ટ્રવાદ ને ઉજાગર કરતી એક ભવ્ય વિરાટ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એન.ટી.આહીર, કચ્છ યુવા ભાજપ ઉપપ્રમુખ કિરણભાઈ ભાનુશાલી, પી.એસ.આઇ. શ્રી બેગડીયા સાહેબ કન્યા પ્રાથમિક શાળા તેમજ એસ.એસ.પી.એ. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની તિરંગા યાત્રામાં હષૅભેર જોડાયેલ હતા. એસ.પી.સી. ના કેડેટ્સની બેન્ડ સાથેની મ્યુઝિકલ પરેડને તમામ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રવાદી નારાઓના બુલંદ અવાજે નિરોણા ગામ ની મુખ્ય બજારથી પસાર થઈ ગ્રામ પંચાયત જઇ પુનઃ હાઇસ્કૂલ મધ્યે આવી રાષ્ટ્રવાદી સૂત્રોચાર, ભારત માતા કી જય તેમજ વંદે માતરમ ના નારાઓ સાથે તિરંગા યાત્રાનુ સમાપન કરવામાં આવેલ હતુ. આ કાયૅક્રમ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉ. વી.એમ.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.પી.સી. ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ ડાભીએ જહેમત ઉઠાવેલ હતી. વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર સાહેબના વડપણ હેઠળ શાળાના શિક્ષક મિત્રો કિશનભાઇ પટેલ, અલ્પાબેન ગોસ્વામી,આશાબેન પટેલ તેમજ ભૂમિબેન વોરાએ તિરંગા યાત્રા ની વ્યવસ્થા સંભાળેલ હતી.










