MORBIMORBI CITY / TALUKO

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડકેર ,જીવદયા પ્રોજેક્ટમાં વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીનાં કુંડા વિતરણ કરવામાં આવ્યા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડકેર ,જીવદયા પ્રોજેક્ટમાં વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીનાં કુંડા વિતરણ કરવામાં આવ્યા

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આજરોજ તા ૯/૪/૨૩ ને રવિવારે ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી
દ્વારા મોરબીની જીવદયા અને પર્યાવરણ પ્રેમી જનતા માટે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 


આ પ્રોજેક્ટમાં આશરે ૩૦૦૦/- જેટલા ચકલીના માળા અને ૧૦૦૦/- પાણીનાં માટીનાં કુંડા મોરબીની જીવદયા પ્રેમી જનતાને આપવામાં આવ્યા.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા અને ગુજરાત રાજ્ય ના પૂર્વ મંત્રીશ્રી લા.બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહીને મોરબીની જીવદયા અને પર્યાવરણ પ્રેમી જનતાને શુભેચ્છા પાઠવેલ સાથે આ પ્રોજેક્ટ માંટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટલા જીગ્નેશભાઈ કાવર,
સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેઝરર લા. ટી સી ફુલતરિયા સાહેબ તેમજ લાયન્સ કલબ ઓફ સિટી દ્વારા જરૂરિયાત વાળા પરિવાર ને હર હંમેશ સેવા પૂરી પાડવા માં સહભાગી એવા તમામ લાયન સભ્યો,
તેમજ દાતાને ખૂબ ખુબ અભિનંદન પાઠવેલ
આ જીવદયા પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન લા.ભીખાભાઈ લોરિયા, લા.નાનજીભાઈ મોરડીયા, લા.સભ્યો અમરશીભાઈ,પ્રાણજીવન ભાઈ,દીપકભાઈ,ભાગી યા સાહેબ,ગોવિંદભાઈ ટાંક, જયેશભાઈ લા.રશ્મિકાબેન રૂપાલા
સત્યેશ્વર મંદિરના પૂજારી ગણ અને સેવાભાવી લોકો હાજર રહી આ જીવદયા પ્રોજેક્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. ત્યારે સમાજ માંથી આ જીવદયા બર્ડ કેર પ્રોજેકટમાં સ્વેચ્છાએ લોકોએ ઉદાર હાથે દાન આપતા દાતાઓનો લાયન્સ કલબ ઓફ મોરબી સિટી પરિવાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button