અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા ICDS વિભાગમાં ગેરરીતિના આક્ષેપ વચ્ચે એક કર્મચારીએ રાજીનામું ધરી દેતા તર્કવિતર્ક..?
અરવલ્લી જિલ્લા ICDS વિભાગમાં ચાલતી લાલીયાવાડી ને લઈ હવે નાગરીકો જાગૃત થયા છે.ચૂંટાયેલા અને સરકારના પ્રતિનીધીઓ મગ નું નામ મરી પાડવા નથી ,અરવલ્લી જિલ્લા પંચાયત સહિત તમામ વિભાગોમાં ભ્રષ્ટચારે માજા મૂકી છે.ICDS હોય કે આરોગ્ય વિભાગ,ભરતી પ્રક્રિયામાં પંકાઈ ગયું છે.ભ્રષ્ટ બાબુઓ તેમના મળતીયા અને નજીકના લોકોને નોકરી એ લગાડી દઈ ભ્રષ્ટાચાર આચરે છે એટલે જ લોકો તેનો વિરોધ કરે છે,તાજેતરમાં માં ICDS માં યોજાયેલી કાર્યકર,તેડાગર અને આરોગ્ય વિભાગની CHO ની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા અરજદારોના સમર્થનમાં વિપક્ષ નેતાઓ એ વિરોધ દર્શાવ્યો હતો,અરવલ્લી જિલ્લાના ઉચ્ય અધિકારીઓ ને રજુઆત કરવામાં આવતી હોવા છતાં,ભ્રષ્ટ બાબુ ઓ સામે પગલાં ભરવામાં ના આવતા,જાગૃત નાગરિકો મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ અરજી કરી યોગ્ય તપાસ કરવા વિનંતી કરે છે,સરકાર તમામ બાબતો માં ગંભીરતા દાખવે છે પછી તપાસ થાય છે, તપાસમાં ગેરરીતિ આચરનાર ભ્રષ્ટ બાબુઓના પગ તળે જ્યારે રેલો આવે એટલે બચાવ માટે પ્રયાસ કરે છે.તાજેતરમાં ભિલોડા માં પાપા પગલી શાખા માં અધિકારી અને કર્મચારીના આશીર્વાદ થી ભરતી કરવામાં આવી હતી,જેને લઈ અન્ય લોકોએ વિરોધ કર્યો હતો.ત્રણ માસ પૂર્વે એક અરજી પણ વાયરલ થઈ હતી જેમાં સ્પષ્ટ નામજોગ ઉલ્લેખ કરવામાં હતો.જેની ઉચ્ય કક્ષાએ જાગૃત નાગરિકે તપાસ કરવા માંગ કરી હતી,જે તપાસ શરૂ થતાં ભિલોડામાં પાપા પગલી શાખામાં ફરજ બજાવતી હંગામી કર્મચારીએ આવા સંજોગો માં સ્વેચ્છીક રાજુનામું ધરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે,ખેર જે પણ હોય,ખોટું એ ખોટું એ ગમે ત્યારે ફૂટી નીકળે.









