ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી:LCBએ મેઘરજના સિસોદરા ગામ નજીક અંધારામાં લાઈટના અજવાળે જુગાર રમતા 5 શકુનિઓને દબોચી લીધા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી:LCBએ મેઘરજના સિસોદરા ગામ નજીક અંધારામાં લાઈટના અજવાળે જુગાર રમતા 5 શકુનિઓને દબોચી લીધા

અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે ચાર્જ સંભાળતા જ અસામાજિક પ્રવૃતિઓ ડામવા જિલ્લા પોલીસતંત્રને સખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.મેઘરજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સિસોદરા ગામની સીમમાંથી જિલ્લા એલસીબી પોલીસે હાર જીતનો જુગાર રમતા પાંચ જુગરીઓને રૂ.10810/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલીંગ હાથધરાતાં બાતમીના આધારે મેઘરજના સિસોદરા ગામે રહેતો અલ્તાફ મુસ્તાકભાઈ શેખનાનો તેના કબ્જા ભોગવાટાના ઘરની આગળ કેટલાક ઈસમો સાથે ગંજી પાન નો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા મોડી રાત્રે જગ્યા પર એલસીબીએ રેડ કરતા પાંચ જુગારીઓને ઝડપી લેતા મોતિયા મરી ગયા હતા પોલીસે દાવ પર લગાવેલ દરમિયાન મળી આવેલ રોકડ રકમ 5770/- તેમજ દાવ ઉપર મળી આવેલ રકમ 5040/- તથા ગંજીપાના નંગ-104 મળી કુલ કિંમત રૂ.10810/- ના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાર્યવાહી હાથધરી હતી.

INBOX -LCB પોલીસે ઝડપેલ શકુનીઓના નામ વાંચો

1)સલીમખાન હબીબખાન બલોચ (રહે,સિસોદરા-મેઘરજ)

2)સાઝીદખાન ઉર્ફે લાલો અયુબખાન બલોચ (રહે,સિસોદરા-મેઘરજ)

3)અલ્તાફભાઈ મુસ્તાકભાઈ શેખ (રહે.સિસોદરા-મેઘરજ)

4) સલીમભાઈ યુશુફભાઈ કાજી (રહે,સિસોદરા-મેઘરજ)

5)મુકેશભાઈ ભીખાભાઈ પટેલ(રહે.સિસોદરા-મેઘરજ)

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button