BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે યોજાશે.

31-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે યોજાશે.

ઓલ્ડ પેન્શન યોજના માટે આંદોલન ની રણનીતિ ઘડાશે.

ભુજ કચ્છ :- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના ગુજરાત એકમના વિવિધ નવ સરકાર માન્ય સંવર્ગોના સંગઠનો ની રાજ્ય કારોબારી બેઠક સરદાર પટેલ યુનિવર્સિટી કેમ્પસ,વલ્લભ વિદ્યાનગર ,આણંદ ખાતે તારીખ ૫/૧૧/૨૩ રવિવારના રોજ યોજાશે.બેઠકમાં તમામ નવ સંવર્ગોના ( પ્રાથમિક/ માધ્યમિક) જીલ્લા તથા તે સ્તરથી ઉપરના હોદેદારો ઉપસ્થિત રહેશે *જેમાં આ વર્ષે થયેલ સદસ્યતા, આયોજન અનુસારના પ્રાંત ટીમના પ્રવાસ, પડતર પ્રશ્નો સંદર્ભે થયેલ રાજ્યવ્યાપી આંદોલનમાં ધારાસભ્યો/સંસદ સભ્યો ને અપાયેલ આવેદનપત્રો,થયેલ રચનાત્મક કાર્યક્રમો,જીલ્લા સ્તરે ઉકેલાયેલા પ્રશ્નો, મંડલ યોજના, પ્રભારી યોજના, મહિલા સહભાગીતા* સહિત આગામી સમયમાં અખિલ ભારતીય સ્તરેથી નક્કી થયેલા કાર્યક્રમોને સફળ બનાવવાની ચર્ચા કરવામાં આવશે. શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો સહિત ઓલ્ડ પેન્શન યોજના માટે ના આંદોલનના બીજા તબક્કાની રણનીતિ જાહેર કરવામાં આવશે.રાજ્ય કારોબારી બેઠક માં કેન્દ્રીય નેતૃત્વ ઉપસ્થિત રહેશે જેમના માર્ગદર્શન નીચે આવનાર સમયમાં જીલ્લા અને પ્રાન્ત સ્તરના હોદેદારો ના અભ્યાસ વર્ગો નું આયોજન બેઠકમાં કરવામાં આવશે.આ બેઠકમાં ગુજરાતના તમામ નવ સંવર્ગોના ૪૫૦ જેટલા હોદેદારોથી વધારે હોદેદારોની ઉપસ્થિતી રહેશે. જેમા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ના ચાર અલગ અલગ સંવર્ગના હોદ્દેદારશ્રીઓ પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, એચ ટાટ સંવર્ગના અધ્યક્ષ ભરતભાઈ ભુરીયા, પ્રાથમિક મહામંત્રી રમેશભાઈ ગાગલ, ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર , સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, અમોલભાઈ ધોળકિયા, રાજ્ય પ્રતિનિધિ પુનશીભાઈ ગઢવી, હર્ષદભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી કચ્છના શિક્ષકો તેમજ શિક્ષણ જગતના પ્રશ્નોને વાચા આપશે.

[wptube id="1252022"]
Back to top button