
8-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
૧૫૦૦ વિધાર્થીઓ, ૩૦૦ શિક્ષકો અને ૨૦૦ ગ્રામજનો ઉત્સાહ પૂર્વક જોડાયા.
મુન્દ્રા કચ્છ :- અદાણી ફાઉન્ડેશનના “ઉત્થાન પ્રોજેક્ટ”ને પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે રવિવાર, તારીખ : ૮/૧૦/૨૦૨૩ના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય અતિથિ ડાયરેક્ટર એમ.આઈ.જોષી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ ઋગાણી, બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર સમીરભાઈ તથા 2100 વિવિધ ગામોની શાળાના વિદ્યાર્થીઓ, 400થી વધુ આચર્ય શ્રીઑ તથા શિક્ષકો અને 200 જેટલા SMC સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.શિક્ષણ ક્ષેત્રે પોતાની જવાબદારી સમજીને સહભાગી થવા અદાણી ફાઉન્ડેશનએ પહેલ કરી હતી. જુલાઈ ૨૦૧૮માં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે એમ.ઓ.યુ. કરીને રાષ્ટ્રના ભાવિ સમાન શિક્ષણના આ પવિત્ર કાર્યનો આરંભ “ઉત્થાન” પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રા તાલુકાની ૧૭ સરકારી પ્રાથમિક શાળાઓથી થયો હતો. ૨૦૧૮માં ૭ ગામની ૧૭ શાળાઑમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા શરુ થયેલ ઉત્થાન પ્રોજેક્ટમાં મુન્દ્રા તાલુકાની ૬૯ પ્રાથમિક અને ૮ હાઇ સ્કૂલના ૧૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઉત્થાન પ્રોજેક્ટનો લાભ મળી રહ્યો છે.ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર સંજયભાઇ પરમાર એ જણાવ્યુ કે “કચ્છની શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ પ્રયાસોમાં ઉત્થાનની ભૂમિકા છે. સહ વિશેષ કચ્છના સર્વાંગી વિકાસ માટે અદાણી ફાઉન્ડેશન માટે દિશા સૂચન પણ કર્યું હતું. ઉત્થાન પ્રોજેક્ટની શરૂઆત મુન્દ્રાના ૭ ગામની ૧૭ શાળામાં શરૂઆત થઇ હતી. જેનો લાભ ૨૦૧૮-‘૧૯, ૨૦૧૯-‘૨0 અને ૨૦૨૦-‘૨૧માં અનુક્રમે ૨૫૯૮, ૨૩૯૭ અને ૨૩૨૪ વિદ્યાર્થીઓને લાભ મળ્યો હતો. ઉત્થાન પ્રોજેક્ટને વધુ વ્યાપક બનાવવા મુન્દ્રાની ૧૭ શાળાઓમાં વધારો કરતાં અહીંની ૧૧ ગામની ૧૭ શાળાઓ શરૂ કરતા ૨૯૨૬ વિદ્યાર્થીઓને સાથે નખત્રાણાની ૭ ગામની ૮ શાળાના 1165 વિદ્યાર્થીઓને લાભ મળતો થયો. “ઉત્થાન” પ્રોજેક્ટ અંતર્ગત દરેક શાળામાં એક – એક શિક્ષક “ઉત્થાન સહાયક” તરીકે કાર્યરત છે. અદાણી ફાઉન્ડેશનના એક્સિક્યુટિવ ડાયરેક્ટર વસંતભાઇ ગઢવી એ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “શિક્ષણ એ હર હમેશથી અદાણી ફાઉન્ડેશનની પ્રાથમિકતા છે. અમે માત્ર વસ્તુઓ કે ભૌતિક સુવિધાઑ આપીને છૂટી જવામાં માનતા નથી. વિધ્યાર્થીઓના ઘડતર માટે ઉત્થાન પ્રોજકેટ પ્ર્યત્નશીલ છે. મને વિશ્વાસ છે કે ઉત્થાન સહાયક એ ન માત્ર શાળામાં પરંતું સંપૂર્ણ ગામમાં શિક્ષણ પ્રત્યે એક નવી આશા જગાવશે.” આ પ્રોજેક્ટ માં “આઈટી ઓન વ્હીલ”, રમત ગમત, અંગ્રેજી, સમર કેમ્પ, મધર્સ મીટ અને અન્ય વિવિધ સહાયક પ્રવૃત્તિ માટે શિક્ષક નીમવામાં આવ્યા છે. શિક્ષણ સાથે સર્જનાત્મક પ્રવૃતિઓ વિકસે તે માટે શાળામાં રમત ગમતના સાધનો, શાળા સુશોભન, પેન્ટિગ, લાયબ્રેરી જેવી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા ભરતનાટ્યમ, પરંપરાગત લોક નૃત્ય, રાષ્ટ્રગીત તથા સ્વામી વિવેકાનંદ પર એક પ્રસ્તુતિ અદભૂત રીતે કરવામાં આવી હતી.મુખ્ય અતિથિ ડાયરેક્ટર એમ.આઈ.જોશી એ આ કાર્યક્રમ થી પ્રભાવિત થઈને જણાવ્યુ કે “ઉત્થાન એ આટલું અદ્ભુત કાર્ય કરી રહ્યું છે તે જ જાણીને ખૂબ જ આનંદ થયો. સાથે સાથે શિક્ષક મિત્રો પણ જે સહયોગ આપી રહ્યા છે એ ખરેખર આવકારવા દાયક છે.” સાથે સાથે બાળકો એ ગ્રામજનો ને બૌધિક વાર્તાઓ સાથે શિક્ષણનું મહત્વ સમજાયું હતું. અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા શ્રી પ્રીતીબેન અદાણીના હ્રદયમાં શિક્ષણ ખુબ જ નજીક છે. તેઓ માને છે કે સારા શિક્ષણ થકી જ એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ સંભવ છે. તેઓ સતત આ પ્રોજેક્ટ સાથે જોડાઈને શાળા અને શિક્ષણને જીવંત ઉર્જાવાન અને સતત કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે.








