
3 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી એમ. બી. કર્ણાવત હાઇસ્કુલ,પાલનપુરનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઉત્કૃષ્ટ એવું 85.59 % પરિણામ આપ્યું છે. આ પરિણામમાં 8 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાના 16 વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR પ્રાપ્ત કરેલ છે. શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બુરાનપુરી નેન્સી રાજ્યકક્ષાની બાસ્કેટબોલની રમતમાં પણ અગ્રીમ સ્થાન ધરાવે છે. આમ રમતગમત સાથે પણ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરતી કરણાવત શાળાના તેજસ્વી તારલાઓને આજે સમગ્ર કર્ણાવત પરિવારવતી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આવું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના તમામ તેજસ્વી તારલાઓ અને તેમના માર્ગદર્શક એવા ગુરુજીઓને કર્ણાવત સ્કૂલના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત સાહેબે તથા નવનિયુક્ત ઇન્ચાર્જ આચાર્યશ્રી મિલનભાઈ સોલંકી સાહેબે તેમના ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.



