GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે કાયદા સલાહકારની કરાર આધારિત જગ્યાની ભરતી અંગે

તા.૨૯/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત કચેરી, ખાતે કાયદા સલાહકારની ૧૧ માસના કરાર આધારિત નિમણૂક કરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત સંબંધ નમૂનામાં અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી જે કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ તેમજ વકીલાતની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે. ઉમેદવારની મહત્તમ વય મર્યાદા ૫૦ વર્ષ રહેશે, જગ્યા માટે માસિક ફિક્સ વેતન રૂ. ૬૦ હજાર પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવા પાત્ર રહેશે નહી. અરજી પત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલીઓ જિલ્લા પંચાયત કચેરી રાજકોટની વેબસાઈટ https://rajkotdp.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

સંપૂર્ણ વિગત સાથે ભરેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિવસ ૧૦ માં જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયત કચેરી, રેસકોર્સ રોડ, રાજકોટ સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. થી મોકલી આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button