છોટાઉદેપુર જીલ્લામાં ખાખી નો નામ બદનામ કરતા અધિકારીઓ ધોળા દિવસે પૈસા ઉઘરાવે છે કેમ કોઈ નો ખોફ નથી???


છોટાઉદેપુર જિલ્લા ના અલીરાજપુર નાકા પર આવેલી છોટાઉદેપુર પોલીસ ની ચેકપોસ્ટ પર ફરિયાદો ઊઠી હતી કે ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા તમામ પેસેન્જર ગાડી વાળા પાસે થી ખુલ્લે આમ રૂપિયા ૨૦૦ થી ૩૦૦ લેવામાં આવી રહ્યા છે.જ્યારે અમારા દ્વારા તપાસ કરવામાં આવી તો પુરે પૂરી હકીકત સામે આવી ગયી ત્યાં ઉભેલા વાહન ચાલકો દ્વારા વાત કરતા જાણવા મળ્યું કે ચેકપોસ્ટ બેસેલા અધિકારીઓ તથા જીઆરડી જવાનો જ્યારે ગાડી ત્યારે તમામ પેસેન્જર ગાડી વાળા થી ૨૦૦ થી ૩૦૦ રૂપિયા લે છે જ્યારે અમે પેસેન્જર ભરેલી ગાડી ને જોઈ તો અમે હેરાન રહી ગયા કે ગાડી ની અંદર નીચે થી લય ને ઉપર સુધી લોકો ને બેસાડવામાં આવે છે લોકો ની સાથે સાથે એક જ પેસેન્જર ગાડી પર બે બે ટુ વ્હીલર બાઈક પણ ભાંધેલી નજરે પડે છે આ તમામ ઘટના પોલીસ અધિકારીઓ ની આંખો ની સામે જ થતી હોય છે પરંતુ તેમને કોઈ ફરક નથી પડતો અમેને તો ખાલી લોકો થી લીધેલ એન્ટ્રી ના પૈસા માં જ રસ છે તમારી ગાડી ના કાગળિયા બરોબર છે કે નહિ વાહન ચલાવનાર પાસે લાઇસન્સ છે કે નહિ ગાડી માં ગમે તેટલા લોકો બેસાડો ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારી ને લાગે કોઈ લેવા દેવા જ નહિ પેસેન્જર વાહન ચલાવવા વાળા લોકો દ્વારા વાત ચિત કરતા ખબર પડી કે તેમની પાસે ગાડી ના તમામ કાગળો સાચા અને બરોબર છે તેમ છતાં પોલીસ ને પૈસા આપવા પડે છે અને સવાર સાંજ આપવા પડે છે ના આપીએ તો કદાચ પોલીસ તેમને હેરાનગતિ કરે તેમ છે જ્યારે અમારા દ્વારા તે જગ્યા પર તપાસ કરવામાં આવી તો પોલીસ ચોકી ની બહાર એક અધીકારી બેસેલા જોવા મળ્યા પરંતુ તે પોલીસ યુનિફોર્મ વગર સિવિલ ડ્રેસ માં જોવા મળ્યા હતા તેનું શું કારણ છે તે એમને જાણવા મળ્યું નથી? લોકો કહે છે કે દિવસ અને રાત દરમિયાન આ અલીરાજપુર નાકા પર થી હજારો ગાડીઓ ની અવર જવર થતી રહેતી હોય છે અને તેમાં મોટી ટ્રકો,પેસેન્જર વેહિકલ,રીક્ષાઓ,છગડાઓ જેવા વાહનો ના માલિક પાસે થી પૈસા લીધા પછી તેમને જવા દે છે.
શું આનીપર ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરશે ખરા…??? કે પછી સબ ચલતા હૈ
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









