
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરકારશ્રીનો લોકાભિમુખ અને જન આરોગ્યને સુનિશ્રિત કરતો અભિગમ એટલે આયુષ્યમાન યોજના. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નવસારી જિલ્લામાં તા.૩૦ મી નવેમ્બર થી પ્રારંભ થયો છે. કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ પ્રતિભાવો આપી, લોકોને પણ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરી રહયાં છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના છેવાડાના બારતાડ ગામના લાભાર્થી ઉમેદભાઇ બી.પટેલને આયુષ્યમાન કાર્ડ મળતાં ખુબ ખુશી વ્યકત કરી હતી. તેમણે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, મને ઘુંટણમાં તકલીફ હતી. આયુષ્યમાન કાર્ડ થકી દવાખાનામાં મારી સારવાર નિઃશુલ્ક થઇ છે. મારા પરિવારના સ્વાસ્થ્યની બાબતમાં ચિંતામુકત થઇ ગયો છે. હવે બિમારીમાં મને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા આયુષ્યમાન કાર્ડ થકી દવાખાનામાં મફત સારવાર મળી રહેશે. તેમજ અમારા પરિવારને વધારાના ખર્ચમાં રાહત મળશે. સરકારશ્રીની આ યોજના મારા જેવા સામાન્ય પરિવાર માટે ખૂબ આશીર્વાદરૂપસમાન છે તેમ જણાવી, સરકારશ્રી અને આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો.





