PANCHMAHAL
એમજીએસ હાઈસ્કૂલ ઘો ૯ ની વિદ્યાર્થિની નુ અચાનક મૃત્યુ થતા શાળા પરીવાર દ્વારા વિદ્યાર્થિનીના પરિવારને સાંત્વના પાઠવી.

તારીખ ૧૪/૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઈસ્કૂલ ની ઘોરણ ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મુબશેરાબાનુ મહેબુબખાન પઠાણ નુ અચાનક મૃત્યુ થતા સમગ્ર શાળા સ્ટાફ અને સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા અચાનક મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીના ઘરે જઈને વિદ્યાર્થિનીના પરિવારને સાંત્વના આપી હતી.જેમાં આચાર્ય કે.પી.પટેલ, સુપરવાઈઝર વી.એ.ચૌહાણ સમસ્ત સ્ટાફ અને વિધાર્થીઓ મૃતક વિદ્યાર્થિની નાં પરિવારને સાંત્વના આપી મૃતક વિદ્યાર્થિની ના આત્માને શાંતિ મળે તે હેતુથી પ્રાર્થના કરી હતી.

[wptube id="1252022"]









